Gujarat corona case:રાજ્યમાં કોરોના કેસોમાં થયો ધરખમ વધારો, છેલ્લા 24 કલાકમાં નોંધાયા આટલા કેસ

Gujarat corona case: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસની સ્થિતિ અંગે વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં વિવિધ જિલ્લાઓમાં અને મહાનગર પાલિકાઓમાં કોરોના વાયરસના 40 કેસ નોંધાયા

અમદાવાદ, 12 નવેમ્બરઃ Gujarat corona case: તાજેતરમાં દિવાળીનો તહેવાર (Diwali festival) લોકો રંગેચંગે માવ્યો છે. લોકોએ કોરોના વાયરસની ગાઈડલાઈનના ધજાગરા ઉડાડીને પણ દિવાળીનો તહેવાર ઉજવ્યો હતો. લોકોને આ સમયો કોરોનાનો સહેજ પણ ડર રાખ્યો ન્હોતો જેનું પરિણામ ધીમે ધીમે દેખાઈ રહ્યું છે. ગુજરાતમાં કોરોના વાયરસના કેસો (Gujarat coronavirus case) વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 40 કેસો નોંધાયા હતા. જ્યારે કોરોના વાયરસમાંતી સાજા થવાનો દર 98.75 ટકા રહ્યો હતો.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસની સ્થિતિ અંગે વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં વિવિધ જિલ્લાઓમાં અને મહાનગર પાલિકાઓમાં કોરોના વાયરસના 40 કેસ નોંધાયા હતા. આમ રાજ્યમાં કોરોના વાયરસના કેસોમાં ધરખમ વધારો નોંધાયો હતો.

આ ઉપરાંત રાજ્યભરતમાં 24 કલાકમાં 21 દર્દીઓ સાજા થયા હતા. જ્યારે અત્યાર સુધીમાં 8,16,542 દર્દીોએ કોરોનાને મ્હાત આપી છે. આસાથે જ રાજ્યનો રીકવરી રેટ 98.75 ટકા જેટલો થયો છે.

આ પણ વાંચોઃ Fifth wave of covid: કોરોનાની ત્રીજી લહેરની અટકળો વચ્ચે આ દેશમાં પાંચમી લહેરની શરુઆત

24 કલાકમાં રસીકરણ અંગે વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં કુલ 4,57,767 લોકોને કોરોના વાયરસની રસી આપવામાં આવી હતી. રાજ્યમાં કોરોના દર્દીઓની સ્થિત અંગે વાત કરીએ તો રાજ્યમાં કુલ 234 એક્ટીવ કેસો છે. જેમાં 7 દર્દીઓ વેન્ટીલેટર ઉપર છે જ્યારે 227 દર્દીઓ સ્ટેબલ છે.

ગુજરાતમાં વિવિધ જિલ્લાઓમાં કોરોનાની સ્થિતિ અંગે વાત કરીએ તો અમદાવાદ કોર્પોરેશનમાં 14 કેસ, વડોદરા કોર્પોરેશનમાં 6 કેસ, સુરત કોર્પોરેશનમાં 4 કેસ, રાજકોટ કોર્પોરેશન 3 કેસ, સુરતમાં 3 કેસ, જુનાગઢમાં 2 કેસ, વલસાડમાં 2 કેસ, અમરેલીમાં 1, ગીરસોમનામાં 1, ખેડામાં 1, મોરબીમાં 1, નવસારીમાં 1, સુરેન્દ્રનગરમાં 1 કેસ નોંધાયા છે.

Whatsapp Join Banner Guj