Sales of Tata Motors are highest

Sales of Tata Motors are highest: ટાટાના વેચાણમાં જંગી વધારો… કંપનીએ બે મહિનામાં કર્યું રેકોર્ડ બ્રેક વાહનોનું વેચાણ

Sales of Tata Motors are highest: કંપનીએ એપ્રિલ 2022માં ભારતમાં 41,587 પેસેન્જર વાહનોનું વેચાણ કર્યું હતું, જે ગયા વર્ષના સમાન મહિનામાં વેચાયેલા 25,095 એકમોની સરખામણીમાં 66 ટકા વધુ

બિઝનેસ ડેસ્ક, 25 મેઃ Sales of Tata Motors are highest: એપ્રિલ 2022 માટે ટાટા મોટર્સના વેચાણમાં જબરદસ્ત વધારો થયો છે. કંપનીએ એપ્રિલ 2022માં ભારતમાં 41,587 પેસેન્જર વાહનોનું વેચાણ કર્યું હતું, જે ગયા વર્ષના સમાન મહિનામાં વેચાયેલા 25,095 એકમોની સરખામણીમાં 66 ટકા વધુ છે. ટાટા મોટર્સનું પેટ્રોલ અને ડીઝલ કારનું વેચાણ એપ્રિલ 2021માં 24,514 યુનિટથી 60 ટકા વધીને 39,265 યુનિટ થયું છે.

ટાટા મોટર્સે પણ ઇલેક્ટ્રિક વ્હીકલ સેગમેન્ટમાં જબરદસ્ત વૃદ્ધિ નોંધાવી છે. ગયા મહિને કંપનીએ ઈલેક્ટ્રિક કારના 2,322 યુનિટનું વેચાણ કર્યું હતું, જ્યારે ગયા વર્ષે આ જ મહિનામાં 581 યુનિટનું વેચાણ થયું હતું. ગયા મહિને ઈલેક્ટ્રિક કારના વેચાણમાં 300 ટકાનો જંગી વૃદ્ધિ નોંધાઈ છે.

પેટ્રોલ અને ડીઝલથી ચાલતી કારમાં મોટો હિસ્સો હોવા ઉપરાંત, ટાટા મોટર્સનો ભારતીય ઇલેક્ટ્રિક કાર માર્કેટમાં લગભગ 90 ટકા હિસ્સો છે. કંપની હવે બંને વાહન સેગમેન્ટમાં તેનો હિસ્સો વધારવાનું લક્ષ્ય ધરાવે છે. ઓટોમેકરે તાજેતરમાં તેની નવી કોન્સેપ્ટ ઇલેક્ટ્રિક કાર, ટાટા અવિન્યા પણ જાહેર કરી છે. થોડા અઠવાડિયા પહેલા, કંપનીએ Curvv કોન્સેપ્ટ ઇલેક્ટ્રિક SUV નો ખુલાસો કર્યો હતો.

આ પણ વાંચોઃ Demand for completion of road work before monsoon: મોરબીના છેવાડાના વિસ્તારમાં ચોમાસા પૂર્વે રોડનું કામ પૂર્ણ કરવા માંગ કરાઈ

ટાટા મોટર્સે તેની ઇલેક્ટ્રિક વાહન લાઇનઅપમાં બે સૌથી વધુ વેચાતી ઇલેક્ટ્રિક કારની કિંમતોમાં વધારો કર્યો છે. કંપનીએ Nexon EV- સ્ટાન્ડર્ડ અને Tigor EVની કિંમતોમાં રૂ. 25,000નો વધારો કર્યો છે. Nexon EVની કિંમત હવે 14.79 લાખ રૂપિયાથી શરૂ થાય છે, જ્યારે Tigor EVની કિંમત 12.49 લાખ રૂપિયાથી શરૂ થાય છે. તમામ કિંમતો એક્સ-શોરૂમ લાગુ છે.

ટાટા મોટર્સે Nexon EV, Nexon EV ‘Max’નું લોંગ રેન્જ મોડલ લોન્ચ કર્યું છે. Nexon EV Max એક ચાર્જ પર 437 kms ની ARAI પ્રમાણિત રેન્જ ઓફર કરે છે. તેની રેન્જ સ્ટાન્ડર્ડ Nexon EV કરતાં 116 kms વધુ છે. Nexon EV Maxની કિંમત બેઝ વેરિઅન્ટ માટે રૂ. 17.74 લાખથી શરૂ થાય છે અને ટોપ વેરિઅન્ટ માટે રૂ. 19.24 લાખ સુધી જાય છે.(સોર્સઃ ન્યુઝ રીચ)

આ પણ વાંચોઃ Russian diplomat posted at UN resigns: પુતિનને મોટો ફટકો, યુએનમાં પોસ્ટ કરાયેલા રશિયન રાજદ્વારીએ રાજીનામું આપ્યું, યુક્રેન યુદ્ધને ‘શરમજનક’ ગણાવ્યું

Gujarati banner 01