Edible oil image

Sing oil price increased: ગૃહિણીઓનું બજેટ ખોરવાશે! એકવાર ફરી સિંગતેલના ભાવમાં ભડકો…

Sing oil price increased: સિંગતેલના ડબ્બાના ભાવ હવે 2820 રૂપિયા સુધી પહોંચ્યા

અમદાવાદ, 14 ફેબ્રુઆરી: Sing oil price increased: દેશમાં મોંઘવારીના માહોલ વચ્ચે ફરી એક વખત જનતાને ફટકો લાગ્યો છે. દરઅસલ, ગુજરાત રાજ્યમાં સિંગતેલના ભાવોમાં સતત વધારો જોવા મળતો રહ્યો છે. આ વચ્ચે ફરી એક વખત સિંગતેલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે.

આજે ફરીએક વખત સિંગતેલના ભાવમાં 50 રૂપિયાનો વધારો ઝીંકાયો છે. સિંગતેલના ડબ્બાના ભાવ હવે 2820 રૂપિયા સુધી પહોંચ્યા છે. જોકે, અન્ય કોઈ તેલના ભાવ પર હજી સુધી કોઈ વધારો કરવામાં આવ્યો નથી.

લગ્નગાળાની સીઝન વચ્ચે સિંગતેલમાં થયેલો ભાવ વધારો સામાન્ય જનતા માટે માથાનો દુખાવો થઇ શકે છે. કારણ કે સિંગતેલમાં વધારો થતા અન્ય ઘણી બધી વસ્તુઓના પણ ભાવ આસમાને પહોંચી શકે છે. 

મગફળીના ભાવમાં વધારો જોવા મળતા મગફળીનો સ્ટોક કરી દેવામાં આવે છે જેથી મગફળી કુત્રિમ અછત ઉભી કરવામાં આવે છે અને તે તેલના ભાવને સીધી જ અસર કરે છે. હાલ સારી મગફળીનો ભાવ 1500 રુપિયાથી વધુ જોવા મળે છે. જેને લઇ અમુક લોકોએ મગફળીનો મોટા ભાગનો સ્ટોક કરી લીધો છે.

જેને લઇ આવનારા દિવસોમાં મગફળીના ભાવ હજુ વધી શકે તેવી શક્યતાઓ છે. સાથે જ મગફળીના ભાવ વઘશે તો તેલ પણ હજુ થોડુ મોંઘુ થઇ શકે છે. જો ભાવ વધારો ચાલુ રહેશે તો ફરસાણ સહિતની આઈટમો ફરીથી મોંઘી થશે. જો ભાવ વધારો ચાલુ રહેશે તો ફરસાણ સહિતની અનેક વસ્તુઓના ભાવમાં ફરી વધારો થઇ શકે છે.

આ પણ વાંચો: JDU leader controversial statement: જેડીયુ નેતાનું વિવાદાસ્પદ નિવેદન; આતંકવાદ સામે લડવા માટે આપી વિચિત્ર ફોર્મ્યુલા, ભડક્યું ભાજપ

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો