Small aircraft and helicopters

Small aircraft and helicopters: દેશમાં પહેલીવાર ગુજરાતમાં નાના એરક્રાફ્ટ અને હેલિકોપ્ટરનું ઉત્પાદન શરૂ કરવામાં આવશે- વાંચો સંપૂર્ણ વિગત

Small aircraft and helicopters: અમરેલીમાં એરક્રાફ્ટ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ શરૂ કરવા માટે રાજ્ય સરકારના સિવિલ એવિએશન વિભાગે કંપની સાથે એમઓયુ કર્યા

બિઝનેસ ડેસ્ક, 31 જુલાઇઃ Small aircraft and helicopters: ગુજરાતના સિવિલ એવિએશન વિભાગે ખાનગી કંપની એરો ફ્રેયર ઇંક સાથે એમઓયુ કર્યા છે. જેના પગલે કંપનીએ અમરેલી એર સ્ટ્રીપ પાસે મેન્યુફેક્ચરિંગ યુનિટની શરૂ કરવાની કાગમીરી શરૂ કરી દીધી છે અને ઓક્ટોબર સુધીમાં પ્લાન્ટની કામગીરી પૂૂર્ણ થાય તેવી શક્યતા છે. ત્યારબાદ કંપની દ્વારા પ્રોડક્શન શરૂ કરવામાં આવશે અને વર્ષ 2021ના અંત સુધીમાં પ્રથમ એરક્રાફ્ટ માર્કેટમાં મુકવામાં આવશે. તેની સાથે કંપની દ્વારા પ્રથમ તબક્કામાં 150 કરોડ રૂપિયા અને ત્યારબાદ 500 કરોડ રૂપિયાનું રોકાણ કરશે.

આ પણ વાંચોઃ Gujarat board 12th result 2021: ગુજરાત બોર્ડનું ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું, માસ પ્રમોશનને કારણે 100 ટકા પરિણામ આવ્યું

અમરેલીમાં એરક્રાફ્ટ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ શરૂ કરવા માટે રાજ્ય(Small aircraft and helicopters) સરકારના સિવિલ એવિએશન વિભાગે કંપની સાથે એમઓયુ કર્યા છે. આ કંપનીના સીઈઓ અભિમન્યુ દેથાએ ઉપરોક્ત માહિતી આપતા વધુમાં જણાવ્યું કે, 2 સીટર, 4 સીટર, એર એમ્બ્યુલન્સ, હેલિકોપ્ટર અને ફિક્સ વિંગ ગ્લાઈડરનું ઉત્પાદન શરૂ કરવામાં આવશે. આ તમામ એરક્રાફ્ટના ઉત્પાદન માટે કંપની દ્વારા સર્બિયા, ઈટાલી, જર્મની, સ્લોવેનિયા અને અમેરિકન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે.

આ પણ વાંચોઃ Govt.New guideline: ત્રીજી લહેરની આશંકાને જોતા સરકારે બહાર પાડી નવી ગાઈડલાઈન, હવે લગ્ન પ્રસંગમાં માત્ર આટલો લોકોને જ મંજૂરી- વાંચો વિગત

આ સિવાય કંપની દ્વારા વિદેશની અન્ય 3 કંપનીઓના કોન્ટ્રાક્ટ આધાર પર લાઈટ એરક્રાફ્ટ અને ફિક્સ વિંગ ગ્લાઈડરનું પણ ઉત્પાદન કરવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું કે, હાલ કંપની દ્વારા તૈયાર થનારા તમામ એરક્રાફ્ટનું ટેસ્ટિંગ અમરેલી એરસ્ટ્રીપ પર કરવામાં આવશે.કંપની દ્વારા અમરેલી ખાતે શરૂ કરવામાં આવી રહેલા પ્રોડક્શન યુનિટના કારણે એન્જીનિયરોની સાથે અન્ય એક્સપર્ટને તેમજ અન્ય ટેકનિશિયનો સહિત 200થી વધુ લોકોને ડાયરેક્ટ રોજગાર ઉપલબ્ધ થશે. જ્યારે એક હજારથી વધુ લોકોને ઈનડાયરેક્ટ રોજગાર ઉપલબ્ધ થશે.

Whatsapp Join Banner Guj