CM vijay Rupani

Govt.New guideline: ત્રીજી લહેરની આશંકાને જોતા સરકારે બહાર પાડી નવી ગાઈડલાઈન, હવે લગ્ન પ્રસંગમાં માત્ર આટલો લોકોને જ મંજૂરી- વાંચો વિગત

Govt.New guideline: રાજ્ય સરકારે નવું જાહેરનામું બહાર પાડ્યું છે જેમાં લગ્નને સામાજિક કાર્યક્રમમાં નહીં ગણવાનો ઉલ્લેખ કરાયો

ગાંધીનગર, 31 જુલાઇઃ Govt.New guideline: રાજ્યમાં તાજેતરમાં જ 8 મહાનગરોમાં રાત્રિ કરફ્યુને લઇને મહત્વનો નિર્ણય લેવાયો હતો. જેમાં રાત્રિ કરફ્યુની સમય મર્યાદા 31 જુલાઈથી 1 કલાક ઘટાડવામાં આવી હતી. એટલે કે આ 8 મહાનગરોમાં 31 જુલાઈથી રાત્રિના 11થી સવારના 6 વાગ્યા સુધીનો કરફ્યુ રહેશે એવો નિર્ણય લેવાયો હતો.

આ પણ વાંચોઃ Gujarat board 12th result 2021: ગુજરાત બોર્ડનું ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું, માસ પ્રમોશનને કારણે 100 ટકા પરિણામ આવ્યું

આ સાથે જ રાજયમાં જાહેર સમારંભો તેમજ ખુલ્લી જગ્યામાં યોજવામાં આવતા પ્રસંગો જેવાં કે લગ્ન પ્રસંગ કે જેમાં 200 વ્યક્તિઓની પહેલાં મર્યાદા હતી જેને 31 જુલાઈથી વધારીને 400 વ્યક્તિઓની કરવામાં આવી હતી. પરંતુ તાજેતરમાં જ ફરી રાજ્ય સરકાર(Govt.New guideline) દ્વારા તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ Tokyo Olympics Update: કમલપ્રીત કૌરે ડિસ્કસ થ્રોની ફાઈનલમાં જગ્યા બનાવી, સીમા પૂનિયા થઈ ગઈ બહાર- વાંચો વિગત

કોરોના ગાઈડલાઈન (Govt.New guideline) અંગે ગુજરાત સરકારની સ્પષ્ટતા

  • 31 જુલાઈથી રાત્રિના 11થી સવારના 6 વાગ્યા સુધીનો કરફ્યુ રહેશે, 8 શહેરો છે અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદારા, ભાવનગર, જામનગર, જુનાગઢ અને ગાંધીનગર
  • કોરોના ગાઈડલાઈન અંગે ગુજરાત સરકારે(Govt.New guideline) સ્પષ્ટતા કરી છે. રાજ્ય સરકારે નવું જાહેરનામું બહાર પાડ્યું છે જેમાં લગ્નને સામાજિક કાર્યક્રમમાં નહીં ગણવાનો ઉલ્લેખ કરાયો
  • આ સાથે જ લગ્ન પ્રસંગમાં માત્ર 150 લોકોને જ મંજૂરી મળશે તેનો પણ ઉલ્લેખ કર્યો છે
  • મરણ પ્રસંગમાં 40 લોકોને જ સરકારે મંજૂરી આપી છે.
  • સામાજિક કાર્યક્રમોમાં મહત્તમ 400 લોકોને મંજૂરી
  • મરણ પ્રસંગમાં 40 લોકોને જ મંજૂરીની સ્પષ્ટતા- સાર્વજનિક ગણેશોત્સવ ઉજવવા પણ મંજૂરી આપી છે.
  • ત્રીજી લહેરની આશંકાને પગલે રાજ્ય સરકાર વધુ કોઇ જોખમ ખેડવા તૈયાર નથી
  • હોટલ-રેસ્ટોરન્ટ રાત્રે ૧૦ વાગ્યા સુધી ખુલ્લા રહેશે
  • સ્વીમિંગ પુલ અને વોટર પાર્ક 60 ટકા કેપીસીટી સાથે ખોલી શકાશે- સિનેમા, ઓડિટોરિયમ, મનોરંજન સ્થળો 60 ટકા કેપેસીટી સાથે ખોલાશે
  • અન્ય રાજ્યોમાં આવતા લોકોનો RTPCR ટેસ્ટ જરૂરી
  • તમામને ફેસ કવર, સોશિયલ ડિસ્ટેંશિંગ અને માસ્ક ફરજિયાત
  • ધોરણ 9 થી પોસ્ટગ્રેજ્યુએટ સુધીના લોકોના કોચિંગ અને ટ્યુશન ક્લાસ તેમજે તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓ મહત્તમ 50 ટકા વિદ્યાર્થીઓની બેચવાઈસ કેપીસીટી સાથે કોવિડ ગાઈડલાઈન(Govt.New guideline)નુ પાલન કરવા સાથે ચાલુ રાખી શકાશે.
  • બાગબગીચા રાત્રે 9 વાગ્યા સુધી કોવિડ ગાઈડલાઈનના પાલન સાથે ચાલુ રાખી શકાશે.
  • તમામ દુકાનો, લારી ગલ્લાઓ, પાનની દુકાનો, બ્યુટી પાર્લર વગેરે કોરોના ગાઈડલાઈનના નિયમ મુજબ ચાલુ રાખી શકાશે.
Govt.New guideline