Whatsapp New Feature: WhatsApp માં એક સાથે આવ્યા 4 નવા ફીચર, હવે ચેટિંગ કરવાની મજા આવશે- વાંચો વિગત

Whatsapp New Feature: વોટ્સએપ નવા ઓપ્શનમાં બુલેટ લિસ્ટ, નંબર્ડ લિસ્ટ, બ્લોક કોટ્સ અને ઇનલાઇન કોડ સામેલ છે

ટેક્ ડેસ્ક, 24 ફેબ્રુઆરીઃ Whatsapp New Feature: અત્યારના સમયે વોટ્સએપ ખૂબ જ જરુરિયાતની એપ્લિકેશન છે. હવે યુઝર્સ માટે સારા સમાચાર છે. જી હાં, તાજેતરમાં WhatsApp એ નવા ટેક્સ ફોર્મેટિંગ ઓપ્શન્સને લોન્ચ કર્યું છે. તેનાથી યૂઝર્સને તેના મેસેજ સારી રીતે મેનેજ કરવામાં મદદ મળશે. આ નવા ઓપ્શનમાં બુલેટ લિસ્ટ, નંબર્ડ લિસ્ટ, બ્લોક કોટ્સ અને ઇનલાઇન કોડ સામેલ છે.

આ પણ વાંચોઃ Aamir khan Meet Suhani Family : દંગલ ગર્લ સુહાની ભટનાગરના પરિવારને મળવા પહોંચ્યા આમિર ખાન, વાંચો વિગત

ટેક્સ્ટ ફોર્મેટિંગ ઓપ્શન્સના લેટેસ્ટ એડિશન દ્વારા યૂઝર્સને સમયની બચત કરવામાં મદદ મળશે. સાથે કમ્યુનિકેશન સારી રીતે થઈ શકશે. આ એડિશનલ ટેક્સ્ટ ફોર્મેટિંગ ઓપ્શન્સ બોલ્ડ, ઇટેલિક, સ્ટ્રાઇકથ્રૂ અને મોનોસ્પેસ ફોર્મેટિંગ ઓપ્શન સાથે હાજર રહેશે.

WhatsApp એ કન્ફર્મ કર્યું છે કે નવું ફીચર એન્ડ્રોઇડ, iOS,વેબ અને મેકના દરેક યૂઝર્સ માટે ઉપલબ્ધ હશે. આ નવા ટેક્સ્ટ ફોર્મેટિંગ ઓપ્શન્સ દરેક ચેનલ એડમિન પણ એક્સેસ કરી શકશે. આવો જાણીએ આ લેટેસ્ટ ટેક્સ્ટ ફોર્મેટિંગ ઓપ્શન્સને યૂઝ કરવા માટે સ્ટેપ્સ.

  • બુલેટેડ લિસ્ટ ફોર્મેટ દ્વારા યૂઝર્સ સ્ટેપ્સને ડિટેલ રીતે ઓર્ગેનાઇઝ કરી શકશે. આ ફોર્મેટનો ઉપયોગ કોઈપણ મેસેજમાં મેજર પોઈન્ટ્સને હાઈલાઇટ કરવા માટે કરી શકાશે. આ બુલેટેડ પોઈન્ટ ફોર્મેટને યૂઝ કરવા માટે ‘-‘ સિમ્બોલ લગાવ્યા બાદ સ્પેસ લગાવવું પડશે.
  • નંબર્ડ લિસ્ટ ફોર્મેટ બુલેટેડ લિસ્ટની જેમ કામ કરશે. આ ફોર્મેટનો ઉપયોગ સ્ટેપ્સના એક સ્પેસિફિક ઓર્ડરને પ્રેઝન્ટ કરવા કે ઈવેન્ટ્સનું રિકેપ પ્રેઝન્ટ કરવા માટે કરી શકાય છે. આ ફોર્મેટને એક્સેસ કરવા માટે યૂઝર્સે 1 કે 2 ડિઝિટ ટાઇપ કરવા પડશે પછી એક પીરિયડ અને સ્પેસ રાખવું પડશે.
  • બ્લોક કોટ ફોર્મેટ યૂઝર્સને Key ટેક્સ્ટને હાઇલાઇટ કરવામાં મદદ કરે છે. તેનાથી તે ટેક્સ્ટને બાકી ટેક્સ્ટથી અલગ દેખાડવામાં મદદ મળે છે. કોઈ Key ટેક્સ્ટને હાઇલાઇટ કરવા માટે યૂઝર્સે ‘>’ટાઈપ કર્યા બાદ સ્પેસ લગાવવું પડશે.
  • ઇનલાઇન કોડ કોઈ લાઇનની અંદર ઇન્ફોર્મેશનને હાઈલાઈટ કરવાની બીજી રીત છે. આ ફીચરનો ઉપયોગ કરવા માટે ‘`’સિંબલ સ્પેસિફિક ટેક્સ્ટને આગળ અને પાછળ લગાવવું પડશે.