Hanging bridge collapse

Hanging bridge collapse: આસામમાં હેંગિંગ બ્રિજ ધરાશાયી થતા કેટલાય લોકો નદીમાં પડ્યા, શાળાએથી પરત ફરતા 30 વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત

Hanging bridge collapse: સોમવારે ચેરાગી વિદ્યાપીઠ હાઈ સ્કુલના વિદ્યાર્થી ભણીને પાછા ફરી રહ્યા હતા. જે સમયે તે લોકો પાછા ફરી રહ્યા હતા ત્યારે પુલ તૂટી ગયો. અચાનક પુલના તૂટવાથી કેટલાક વિદ્યાર્થી નદીમાં પડી ગયા

દિસપુર, 05 ઓક્ટોબરઃ Hanging bridge collapse: આસામમાં પુલ તૂટવાની દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે. જેમાં 30 વિદ્યાર્થી ઈજાગ્રસ્ત થઈ ગયા. આસામના કરીમગંજ જિલ્લામાં આ હેંગિંગ બ્રિજ તૂટવાથી મોટી ઘટના ઘટી. સોમવારે જે સમયે હેંગિંગ બ્રિજ તૂટ્યો ત્યારે આ તમામ વિદ્યાર્થી સ્કુલથી પાછા ફરી રહ્યા હતા. ઘટના કરીમગંજના રાતાબારી વિધાનસભામાં આવનાર ચેરાગિક વિસ્તારમાં ઘટી. 

જાણકારી અનુસાર હેંગિંગ બ્રિજ આસામમાં સિંગલા નદીની ઉપર બન્યો છે. છેલ્લા કેટલાક વર્ષોથી વિદ્યાર્થી અને સામાન્ય નાગરિક સ્કુલ અને અન્ય સ્થળોએ જવા માટે આનો ઉપયોગ કરે છે.

આ પણ વાંચોઃ zuckerberg loses: ફેસબૂક, ઈન્સ્ટાગ્રામ અને વોટસએપ બંધ રહેવાથી ઝુકરબર્ગને થયુ 52000 કરોડ રૂપિયાનુ નુકસાન

સોમવારે ચેરાગી વિદ્યાપીઠ હાઈ સ્કુલના વિદ્યાર્થી ભણીને પાછા ફરી રહ્યા હતા. જે સમયે તે લોકો પાછા ફરી રહ્યા હતા ત્યારે પુલ તૂટી ગયો. અચાનક પુલના તૂટવાથી કેટલાક વિદ્યાર્થી નદીમાં પડી ગયા હતા. હેંગિંગ બ્રિજને તૂટતો જોઈ આસપાસના લોકો ફટાફટ તેની તરફ ભાગ્યા અને બાળકોને બચાવ્યા.

આ ઘટનામાં ઓછામાં ઓછા 30 વિદ્યાર્થી ઈજાગ્રસ્ત થઈ ગયા. તેમને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ગ્રામ વાસીઓએ જણાવ્યુ કે આ હેંગિંગ બ્રિજ ત્રણ વર્ષ પહેલા બનાવાયો હતો.

Whatsapp Join Banner Guj