Mobile robbery

Mobile robbery: ઉમરગામમાં છરીના ધા મારી મોબાઈલ લૂંટી ભાગેલા 2ને પકડી પોલીસને સોંપ્યા

Mobile robbery: ઉમરગામમાં આવેલ અપેક્ષ પેરેડાઇઝ કન્ટ્રક્શન સાઈટ ઉપર બિલ્ડીંગના પહેલે માળે રહેતા વિનોદકુમાર રામબિહારી યાદવના રૂમમાં રાત્રિના બે વાગ્યાના સુમારે બે જેટલા અજાણ્યા ઈસમો ઘુસી ગયા

વલસાડ, 26 ઓગષ્ટઃMobile robbery: વલસાડના ઉમરગામ ખાતે ચાકુની અણીએ મોબાઈલ લૂંટી ઝપાઝપી કરી માર મારી એક ઇસમને છરીના ઘા મારી ભાગવા જતા બે ઈસમોને પકડી પાડી પોલીસને સોંપ્યા હતાં. ઉમરગામમાં આવેલ અપેક્ષ પેરેડાઇઝ કન્ટ્રક્શન સાઈટ ઉપર બિલ્ડીંગના પહેલે માળે રહેતા વિનોદકુમાર રામબિહારી યાદવના રૂમમાં રાત્રિના બે વાગ્યાના સુમારે બે જેટલા અજાણ્યા ઈસમો ઘુસી ગયા હતા.

વિનોદકુમારને ઢીક મૂકીનો માર મારી ચપ્પુ બતાવી ત્રણ જેટલા મોબાઈલ ફોન કિંમત રૂ. ૧૨૦૦૦ની મત્તાની લૂંટ ચલાવી ભાગી જવાની કોશિશ કરતા હતા.તે દરમિયાન રાજેશ નામક વ્યક્તિ લૂંટારાને પકડવા પાછળ દોડ્યો હતો.તે વખતે લૂંટારાએ ચાકુથી હુમલો કરી માથાના અને કાનના ભાગે ઘા મારી ઈજા પહોંચાડી હતી.

તે દરમિયાન બૂમાબૂમ થતા આજુબાજુમાંથી લોકો દોડી આવતા બંને લૂંટારાને પકડી પાડવામાં આવ્યા હતા. ત્યારબાદ પોલીસને જાણ કરાતા ઉમરગામ પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. પકડાયેલા લૂંટારાના નામ અજય જયંતિ પ્રજાપતિ રહે ઉમરગામ ગાંધીવાડી અને સલમાન અલી હમીદ અલી રહે નાલા સોપારા મહારાષ્ટ્રનો છે. ઉમરગામ પોલીસે આ બનાવ સંદર્ભે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચોઃ Mundra Port Drug : મુંદ્રા પોર્ટ ડ્રગ્સ કેસમાં દિલ્હીના બિઝનેસમેન કબીર તલવારની ધરપકડ, આશરે 3000 કિલો હેરોઈન જપ્ત

આ પણ વાંચોઃ Sonali phogat post mortem report: સોનાલી ફોગાટના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મોટો ખુલાસો, શરીર પર ઈજાના ઘણા નિશાન- વાંચો વિગત

Gujarati banner 01