2 drugs making factory found in Gujarat

Mundra Port Drug : મુંદ્રા પોર્ટ ડ્રગ્સ કેસમાં દિલ્હીના બિઝનેસમેન કબીર તલવારની ધરપકડ, આશરે 3000 કિલો હેરોઈન જપ્ત

Mundra Port Drug : ધરપકડ કરાયેલા બંને આરોપી અફઘાનિસ્તાનથી ભારત લાવવામાં આવેલા હેરોઈનના મોટા જથ્થાની તસ્કરીમાં સામેલ

નવી દિલ્હી, 26 ઓગષ્ટઃ Mundra Port Drug : આંતરરાષ્ટ્રીય ડ્રગ તસ્કરીના નેટવર્કમાં સામેલ દિલ્હી-એનસીઆરના જાણીતા રેસ્ટોરન્ટ કારોબારી કબીર તલવારની એનઆઈએએ ધરપકડ કરી છે. તે દિલ્હીની સમ્રાટ હોટલમાં પ્લેબોય બાર ચલાવે છે. તેની દિલ્હી-એનસીઆરમાં જ નહીં, દુબઈમાં પણ રેસ્ટોરન્ટ છે. ધરપકડ કરાયેલા આરોપીઓમાં હરપ્રીત સિંહ તલવાર ઉર્ફે કબીર તલવાર અને પ્રિન્સ શર્માની ધરપકડ કરવામાં આવી છે. બંને દિલ્હીના રહેવાસી છે. ધરપકડ કરાયેલા બંને આરોપી અફઘાનિસ્તાનથી ભારત લાવવામાં આવેલા હેરોઈનના મોટા જથ્થાની તસ્કરીમાં સામેલ હતા. 

પાછલા વર્ષે ગુજરાતના મુંદ્રા પોર્ટમાં આશરે 3000 કિલો હેરોઈન જપ્ત કરી હતી. જાણવા મળ્યું કે સમુદ્રી માર્ગથી આ હેરોઈન અફઘાનિસ્તાનથી લાવવામાં આવ્યું હતું. એનઆઈએએ પહેલા દિલ્હીના બિઝનેસમેનની પૂછપરછ કરી અને બાદમાં તેની ધરપકડ કરી છે. 

આ પણ વાંચોઃ Sonali phogat post mortem report: સોનાલી ફોગાટના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મોટો ખુલાસો, શરીર પર ઈજાના ઘણા નિશાન- વાંચો વિગત

મોટા જથ્થામાં હેરોઈનની ખેપની ડિલીવરી અને ખરીદમાં ઘણા વિદેશી નાગરિક પણ સામેલ છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે તે અફઘાન નાગરિકો દ્વારા ડ્રગ્સની ખરીદી કરી રહ્યો હતો અને દુબઈના માર્ગે પૈસા મોકલી રહ્યો હતો. જાણવા મળ્યું કે રિફાઇન્ડ ડ્રગ્સને કથિત રીતે બિઝનેસમેન દ્વારા સર્કુલેટ કરવામાં આવતું હતું અને ડ્રગ્સનો બાકી ભાગ પંજાબ મોકલવામાં આવતો હતો. 

એનઆઈએએ શરૂઆતમાં આ કેસની ચાર્જશીટમાં 16 આરોપીઓનો ઉલ્લેખ કર્યો હતો. એનઆઈએના સૂત્રોના હવાલાથી કહેવામાં આવ્યું કે એજન્સીને શંકા છે કે આ તસ્કરીથી ભેગા કરાયેલા પૈસાને અફઘાનિસ્તાન મોકલી આતંકી ગતિવિધિઓને ફન્ડિંગ કરી શકાય છે. આ મામલામાં આતંકી સંગઠન હિઝાબુલ મુઝાહિદ્દીનના કનેક્શનની પણ તપાસ કરવામાં આવી રહી છે. 

આ પણ વાંચોઃ Ban imposed on export of flour: ખાદ્ય મોંઘવારી રોકવા કેન્દ્ર સરકારનો લીધો મોટો નિર્ણય, લોટની નિકાસ પર લગાવ્યા પ્રતિબંધ

Gujarati banner 01