sabarmati murder

Murder in Sabarmati: અમદાવાદ: સાબરમતી વિસ્તારમાં હત્યા, લૂંટના ઇરાદે વૃદ્ધનું ગળું કાપ્યું

Murder in Sabarmati: સોનાની ચેઈન, મોબાઈલ તેમજ બાઈક પર ગાયબ

અમદાવાદ, ૧૭ નવેમ્બર: Murder in Sabarmati: શહેરના સાબરમતી વિસ્તારમાં હત્યાની સનસની ઘટના સામે આવી છે. સિનિયર સિટીઝનની ગળું કાપીને હત્યા કરી દેવામાં આવતા ચકચાર મચી ગઇ હતી. સિનિયર સિટીઝનની લૂંટના ઇરાદે હત્યા થઈ હોવાનું પોલીસ અનુમાન લગાવી રહી છે. પોલીસે આ દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગેની વિગતો એવી છે કે, સાબરમતીના ઠાકોર વાસ પાસે હત્યાનો બનાવ બન્યો હતો. સિનિયર સિટીઝન દેવેન્દ્રભાઈ રાવતની હત્યા કરવામાં આવી છે. ગળું કાપીને હત્યા કરવામાં આવી છે. મૃતકના ગળામાં રહેલી સોનાની ચેઇન, બાઈક અને મોબાઈલની લૂંટ થઈ હોવાનું અનુમાન છે. સાબરમતી પોલીસે ટેકનિકલ સર્વેલાન્સનાં આધારે તપાસ શરુ કરી છે. મૃતક સહારા ઇન્ડિયા બરોડ ખાતે નોકરી કરતા હતા. હાલ મૃતક દેવેન્દ્રભાઈ નિવૃત્ત જિંદગી જીવતા હતા. હાલ આ બનાવમાં પોલીસે લૂંટના ઇરાદે હત્યા થઈ હોવાની શકના આધારે તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો…Accident in the river bed: નદી ના પટમા અકસ્માત ની એક ઘટનામાં એક મજુર નુ ઘટના સ્થળે મોત નિપજવાની ગોઝારી ઘટના

મૂળ ત્રાગડ ખાતે રહેતા 65 વર્ષીય દેવેન્દ્ર ભાઈ રાવત પત્ની સાથે રહેતા હતા. તેઓ એક કંપનીમાંથી નોકરી કરી હાલ નિવૃત જીવન ગુજારતા હતા. મંગળવારે મોડી રાત્રે તેઓ તેમના જૂના ઘરે ગયા હતા. એક યુવકનો ફોન આવતા તેઓ ત્યાં ગયા હતા. જોકે બાદમાં તેઓનો કોઈ સંપર્ક ન થતા તેઓની પત્નીએ તપાસ કરી હતી. તપાસ કરી તો સાબરમતી વિસ્તારમાં ઠાકોરવાલ પાસે જૂના ઘરમાંથી લાશ મળી આવી હતી. પોલીસને જાણ કરાતા પોલીસે તપાસ કરી છે. વૃદ્ધ દેવેન્દ્ર ભાઈ રાવતના ગળામાં છરી જેવા હથિયારના ઘા ના નિશાન મળી આવ્યા છે. સાથે જ ગળામાં પહેરેલી સોનાની ચેઇન, મોબાઈલ ફોન અને તેમનું વાહન પણ ગાયબ હતું.

બોનસ આવ્યું હોવાનો ફોન આવતા દેવેન્દ્ર ભાઈ ઘરેથી નિકળ્યા હતા: આર. એસ. ઠાકર, પીઆઇ

સાબરમતીના પીઆઇ આર. એસ. ઠાકરે જણાવ્યું હતું કે, દેવેન્દ્ર ભાઈ રાવતને એક યુવકનો ફોન આવ્યો હતો. જેણે બોનસ આવ્યું હોવાથી સોનાની ચેઇન ખરીદવાનું દેવેન્દ્ર ભાઈને જણાવી અચેર બોલાવ્યા હતા. જેથી દેવેન્દ્ર ભાઈ ત્યાં જવા નીકળ્યા હતા આ પહેલા તેમના જૂના મકાને ગયા હતા. જ્યાં તેમની હત્યા થઈ હતી. હત્યા કરવા પાછળ લૂંટનો ઈરાદો હોવાનું લાગી રહ્યું છે. પણ એક વૃદ્ધને કોઈ યુવક ફોન કેમ કરે જેવી શંકાઓ પર પોલીસ તપાસ કરી રહી છે. જે વ્યક્તિ ફોન કરનાર હતો તે કોણ છે તે જાણી શકાયું નથી કારણકે દેવેન્દ્ર ભાઈનો ફોન પણ ગાયબ છે. જે ફોન કરનાર વ્યક્તિ હતો તેના પર પોલીસની પ્રબળ શંકા જોવા મળી છે. ત્યારે હકીકત શું છે તે જાણવા પોલીસ કામે લાગી છે.

Whatsapp Join Banner Guj