Instagram WhatsApp and Facebook back up after global outage

Whats app new feature: વન્સ વ્યૂથી લઈને એન્ક્રિપ્ટેડ ક્લાઉડ બેકઅપ ફીચર લોન્ચ થયા- વાંચો સંપૂર્ણ વિગત

Whats app new feature: મલ્ટીપલ ડિવાઈસ લોગિનથી એક સાથે ઘણા ડિવાઈસ કનેક્ટ થશે

ટેક ડેસ્ક, 04 ઓગષ્ટઃ Whats app new feature: મોટાભાગના લોકો વોટ્સએપનો ઉપયોગ કરી રહ્યા છે, વોટ્સએપમાં પણ દિવસે ને દિવસે અનેક ફિચરનો ઉમેરો થઇ રહ્યો છે. ગત મહિને વ્હોટ્સએપે ઘણા અપડેટ્સ કર્યા છે તેમાં ફોટો સેન્ડ કરવા માટે ફોટો ક્વોલિટી મેઈન્ટેન કરવાથી લઈને મલ્ટીપલ ડિવાઈસ સાથે કનેક્ટેડ કરવા સુધીના ફીચર સામેલ છે. આજે અમે તમને આવા જ ફીચર્સનું લિસ્ટ લઈને આવ્યા છીએ, જેને વ્હોટ્સએપ દ્વારા લેટેસ્ટ અપડેટ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ lovlina Borgohain: ભારતીય બોક્સર લવલીના બોરગોહેને યાદગાર પ્રદર્શન સાથે બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો- વાંચો વિગત

  • મલ્ટીપલ લોગિનથી યુઝર તેમના સિંગલ વ્હોટ્સએપ અકાઉન્ટને અલગ ડિવાઈસ પર એક્સેસ કરી શકશે. એટલે કે ફોનની સાથે લેપટોપ, ડેસ્કટોપ અને ટેબલેટ પર વ્હોટ્સએપ(Whats app new feature) લોગિન કરીને રાખી શકે છે. અત્યાર સુધી વ્હોટ્સએપ અકાઉન્ડ આ ડિવાઈસ પર ત્યારે લોગિન થતું હતું જ્યારે તમારો સ્માર્ટફોન ઓન હોય અને ઈન્ટરનેટ સાથે કનેક્ટ પણ હોય.
  • આ ફીચરથી ચેટમાં મોકલવામાં આવેલા ફોટો અને વીડિયો એક વખત જોયા બાદ ડિલીટ થઈ જશે. આ ફીચર સ્નેપચેટ અને ઈન્સ્ટાગ્રામના ડિસપિયરિંગ ફીચર જેવું છે. એન્ડ્રોઈડ બીટા યુઝર્સ માટે જૂન મહિનામાં આ ફીચર શરૂ કરવામાં આવ્યું હતું અને હવે તેને iOS બીટા યુઝર્સ માટે પણ લોન્ચ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ Gangster ankit gurjar: તિહાડ જેલમાં બંધ ગેંગસ્ટર અંકિત ગુર્જરનું શંકાસ્પદ પરિસ્થિતિઓમાં મોત, વાંચો વિગત

  • આ ફીચરથી ચેટ બેકઅપ હવે પહેલા કરતાં વધારે સિક્યોર થઈ શકે છે. વ્હોટ્સએપ અત્યાર સુધી થર્ડ પાર્ટી બેકઅપ એટલે કે ક્લાઉડ બેકઅપ માટે એન્ડ ટૂ એન્ડ એન્ક્રિપ્શન નથી આપતું, જેનાથી ગૂગલ ડ્રાઈવ જેવા થર્ડ પાર્ટી પ્લેટફોર્મમાં વ્હોટ્સએપની ચેટ રાખવામાં આવતી. આ ફીચરની મદદથી વ્હોટ્સએપ યુઝર્સ તેમની ચેટ્સને ખાનગી રીતે એન્ક્રિપ્ટ કરી શકશે.
  • કંપનીએ આઈફોન યુઝર્સના કોલિંગ એક્સપિરિયન્સને સુધારવા માટે નવું ઈન્ટફેસ બનાવ્યું છે. નવું કોલિંગ ઈન્ટરફેસ એપલના ફેસટાઈમ (FaceTime)જેવું દેખાય છે. નવું અપડેટ આઈફોન યુઝર્સને 2.21.140 વર્ઝન પર મળશે. હવે યુઝરને નવા બટન અને કંટ્રોલ મળશે.
Whatsapp Join Banner Guj