Hockey team win

Tokyo olympics update: ભારતે 41 વર્ષ બાદ હોકીમાં મેડલ જીત્યો,પુરૂષ હોકીમાં 4 દશકાના દુષ્કાળનો અંત લાવીને ઇતિહાસ રચ્યો – વાંચો વિગત

Tokyo olympics update: કુસ્તીમાં વર્લ્ડ નંબર-1 વિનેશ ફોગાટની હાર, બ્રોન્ઝની આશા જીવંત

સ્પોર્ટ્સ ડેસ્ક, 05 ઓગષ્ટઃ Tokyo olympics update: ટોક્યો ઓલમ્પિકમાં ભારતે ઈતિહાસ રચી દીધો છે. ભારતે પુરૂષ હોકીમાં 4 દશકાના દુષ્કાળનો અંત લાવીને કાંસ્ય પદક જીતી લીધો છે. ભારતે જર્મનીને 5-4થી માત આપી હતી. સિમરનજીત સિંહે 2 ગોલ કર્યા હતા. મુકાબલામાં ટીમ ઈન્ડિયાની શરૂઆત ભલે ખરાબ રહી હોય પણ પછી તેણે સતત ગોલ કરીને કમબેક કર્યું હતું. જોકે ત્યાર બાદ જર્મનીએ વધુ 2 ગોલ કરીને ભારત પર દબાણ કર્યું. પરંતુ ટીમ ઈન્ડિયાએ જોરદાર કમબેક સાથે માત્ર 2 મિનિટમાં મેચને 5-4થી આગળ લાવી દીધી હતી. 

જર્મનીએ મેચની પહેલી મિનિટે જ ગોલ કર્યો હતો. જર્મની તરફથી ટીમુર ઓરુઝે ફીલ્ડ ગોલ કર્યો અને ત્યાર બાદ જર્મની 1-0થી જ આગળ હતું. ટીમ ઈન્ડિયા પાસે જવાબી હુમલો કરવાની તક હતી પરંતુ તે ચૂકી ગયેલ. 5મી મિનિટે ભારતને પેનલ્ટી કોર્નર મળ્યો હતો પરંતુ રૂપિંદર પાલ સિંહ ગોલ કરવામાં નિષ્ફળ રહ્યા હતા. તેઓ નિરાજ જોવા મળ્યા હતા. 

આ પણ વાંચોઃ Pakistan PM’s Residence For Rent: પાકિસ્તાનની આર્થિક હાલત એટલી બગડી કે હવે પીએમનું ઘર ભાડે આપશે- વાંચો સંપૂર્ણ અહેવાલ

પહેલા ક્વાર્ટરમાં જર્મની ભારત પર હાવી રહ્યું હતું. આ ક્વાર્ટરમાં જર્મની ખૂબ આક્રમક જોવા મળ્યું હતું. જર્મનીની ટીમે પહેલી મિનિટમાં જ ગોલ કરીને પોતાના ઈરાદા સ્પષ્ટ કરી લીધા હતા. બીજા હાફમાં ભારતે જોરદાર રમત દેખાડી હતી. ભારતે સતત ગોલ કરવાની સાથે જર્મનીના ખેલાડીઓને ખૂબ અકળાવ્યા પણ હતા. સેકન્ડ હાફમાં જર્મનીની ટીમ દબાણમાં આવતી જોવા મળી હતી. જ્યારે ભારતીય ખેલાડીઓ સતત ગોલની તલાશમાં રહ્યા જેનો ફાયદો પણ મળ્યો. સિમરનજીત સિંહે હોકી પ્રેમીઓને નિરાશ ન કર્યા અને ગોલ કર્યા. 

નોંધનીય છે કે, ટોક્યો ઓલમ્પિક(Tokyo olympics update)ના 14મા દિવસે કુસ્તીમાં ભારે મોટી ઉલટફેર જોવા મળી છે. વિશ્વની નંબર-1 રેસલર (53 કિગ્રા ભાર વર્ગ) ક્વાર્ટર ફાઈનલ મેચ હારી ગઈ છે. જોકે બ્રોન્ઝ મેડલની આશા હજુ જીવંત છે. આના પહેલા ભારતીય પુરૂષ હોકી ટીમે ઈતિહાસ સર્જ્યો હતો અને બ્રોન્ઝ મેડલ માટેની મેચમાં જર્મનીને 5-4થી હરાવ્યું હતું. 

આ પણ વાંચોઃ Ola-e-scooter: આતુરતાનો આવ્યો અંત, આ તારીખ લોન્ચ થશે ઓલા સ્કૂટર- વાંચો તેના ફીચર્સ અને સ્પેસિફિકેશન્સ વિશે

Whatsapp Join Banner Guj