Rapist sentenced to death

Rapist sentenced to death: આ રાજ્યમાં બાળકી પર બળાત્કાર કરી હત્યા કરનારને ફાંસીની સજા- વાંચો વિગત

Rapist sentenced to death: એડિશનલ જજ (પોક્સો કોર્ટ) શૈલેષ શર્માએ ગુનેગારને મોતની સજા ફટકારતો તેમનો આદેશ સોમવારે કર્યો હતો અને તે અંગેની તમામ વિગતો મંગળવારે જાહેર કરી

રાજનંદગાંવ, 15 સપ્ટેમ્બર: Rapist sentenced to death: છત્તીસગઢના રાજનંદગાંવ જિલ્લામાં ગત વર્ષે ફક્ત સાડા ત્રણ વર્ષની નાની બાળકીનો બળાત્કાર કરી બાદમાં તેની હત્યા કરી નાંખવાના જઘન્ય અપરાધ બદલ ફાસ્ટટ્રેક સ્પેશિયલ કોર્ટે એક ગુનેગારને એમ કહેતાં મોતની સજા ફટકારી હતી કે ગુનેગાર દ્વારા આચરવામાં આવેલો ગુનો જઘન્ય અપરાધની શ્રેણીમાં આવે છે અને ગુનેગારે આ ગુનો આચરીને સમગ્ર માનવજાત અને માનવતા એમ બંનેને કલંક લગાડયું છે.

એડિશનલ જજ (પોક્સો કોર્ટ) શૈલેષ શર્માએ ગુનેગારને મોતની સજા ફટકારતો તેમનો આદેશ સોમવારે કર્યો હતો અને તે અંગેની તમામ વિગતો મંગળવારે જાહેર કરી હતી.  જજ શર્માએ પ્રોટેક્શન ઓફ ચીલડ્રન ફ્રોમ સેક્સુઅલ ઓફેન્સ (પોક્સો)એક્ટની જોગવાઇ અંતર્ગત 29 વર્ષિય શેખર કોરમ નામના ગુનેગારને મોતની સજા ફટકારી હતી.

તે ઉપરાંત કોર્ટે ગુનેગારને રૂ. 15000 નો દંડ પણ ફટકાર્યો હતો. પોતાના ચુકાદામાં જજે કહ્યું હતું કે નરાધમ ગુનેગાર દ્વારા આચરવામાં આવેલો ગુનો અત્યંત જઘન્ય અને ઘાતકી છે, તેથી ગુનેગાર સહેજપણ દયાને પાત્ર નથી.

આ પણ વાંચોઃ Happy engineers day: ભારત રત્ન ડો. મોક્ષગુંદમ વિશ્વેશરિયા ભારતના પ્રથમ એન્જિનિયર નો જન્મ દિવસે SSIT ખાતે ખાસ ઉજવણી

ગુનેગારે એવો ગુનો આચર્યો છે જેનાથી સમગ્ર માનવતા અને માનવ સમાજને કલંક લાગ્યું છે, તેથી ગુનેગારને સમાજમાં પાછો લાવવામાં આવે તો પણ તેના સુધરવાની કોઇ શક્યતા નથી અને સમાજમાં અન્ય લોકોને નુકસાન થવાની પણ શક્યતા છે.

આ ઘટનાએ મૃતક બાલકીને બરબાદ તો કરી જ દીધી હતી પરંતુ જો તે જીવતી હોત તો તેનો આત્મા પણ મરી પરવાર્યો હોત, કેમ કે તેને આજીવન આ કંલકની પીડા સાથે બાકીનું જીવન પસાર કરવું પડયું હોત.

Whatsapp Join Banner Guj