c2e77188 d338 4de8 95ed 508bccdbfd2f

Happy engineers day: ભારત રત્ન ડો. મોક્ષગુંદમ વિશ્વેશરિયા ભારતના પ્રથમ એન્જિનિયર નો જન્મ દિવસે SSIT ખાતે ખાસ ઉજવણી

Happy engineers day: ભારતના પ્રથમ એન્જિનિયર નો જન્મ દિવસ જેની ખાસ ઉજવણી બાબતે શ્રી સ્વામિનારાયણ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી ભાટ ગાંધીનગર ખાતે એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ ના રિયલ ટાઇમ બિઝનેસ રિલેટેડ પ્રોજેક્ટ નું પ્રદર્શન રાખવામાં આવ્યું

અમદાવાદ, 15 સપ્ટેમ્બરઃ Happy engineers day: એંજીનિયર’સ એટલે કે ભારત રત્ન ડો. મોક્ષગુંદમ વિશ્વેશરિયા ભારતના પ્રથમ એન્જિનિયર નો જન્મ દિવસ જેની ખાસ ઉજવણી બાબતે શ્રી સ્વામિનારાયણ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી ભાટ ગાંધીનગર ખાતે એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ ના રિયલ ટાઇમ બિઝનેસ રિલેટેડ પ્રોજેક્ટ નું પ્રદર્શન રાખવામાં આવ્યું .

આ પણ વાંચોઃ Onion prices may rise: ડુંગળીના વધે તેવી શક્યતા, આ છે કારણ- વાંચો વિગત

જેમાં વિદ્યાર્થીઓને સમાજમાં જીવન સરળ બને અને ઓછી મહેનતથી વધુ કામ થઈ શકાય તેવા નવીતમ પ્રોજેક્ટ મોડલ અને આઈડિયા પોસ્ટર સાથે રજૂ કરવામાં આવ્યા વિદ્યાર્થીઓ ને બિરદાવવા માટે અમદાવાદના મેયર કિરીટ પરમાર સાહેબ તેમજ શૈલેષ મહેતા મેનેજિંગ ડાયરેક્ટર મહેતા કેડ/કેમ પ્રાઇવેટ લિમિટેડ ખાસ ઉપસ્થિત રહ્યા હતા . જેમાંથી 18 જેટલા પ્રોજેક્ટ એસએસઆઇટી ઇંક્યુબેસન સેન્ટર દ્વારા પસંદગી પામેલ છે આ વિદ્યાર્થીઓને સેન્ટર દ્વારા આત્મનિર્ભર બનાવવા માટે નાણાકીય સહાય સાથે પ્રોજેક્ટ ને કેવી રીતે બિઝનેસ માં કન્વર્ટ કરવો તેનું સંપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવશે .

સંસ્થાના ટ્રસ્ટી રામકૃષ્ણ સ્વામી અને અક્ષર પ્રકાશ સ્વામી એ વધુમાં જણાવ્યું કે સંસ્થાના ડાયરેક્ટર ધર્મેશ વંડરા અને એમની ટીમ ના સહયોગથી ગુજરાત સરકાર દ્વારા સ્ટુડન્ટ સ્ટાર્ટ અપ પોલીસીનું ઇંક્યુબેસન સેન્ટર મંજુર થયેલ છે અને એના થકી વિદ્યાર્થીઓને ભાવિ બિઝનેસમેન બનાવવા માટે સંસ્થા અને સ્ટાફ કાર્યરત છે આ સાથે કાર્યક્રમની શરૂઆતમાં પ્રિન્સીપાલ ડો. હિતેષ વંડરા એ જણાવ્યું કે આવનાર ઇન્ડસ્ટ્રીયલ ક્રાંતિના સમયમાં ભારતને વૈશ્વિક સુકાન આપવા માટે યુવાનોને અને ટેકનોલોજી થકી બિઝનેસમાં કેવી રીતે આગળ વધવું અને નવી રોજગારી ઉભી કરવી એ અમારો મુખ્ય ધ્યેય છે .

Whatsapp Join Banner Guj