Gujarat mukhyamantri rahat nidhi: સૌરાષ્ટ્રના અતિ વરસાદ પ્રભાવિત અસરગ્રસ્તોની સહાય માટે રૂ. રપ લાખ અર્પણ કરતા પ્રસિદ્ધ રામ કથાકાર મોરારીબાપૂ

Gujarat mukhyamantri rahat nidhi: નવનિયુકત મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલની અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત ના અહેવાલોથી પ્રેરિત થઇ રાજપીઠના સેવાકાર્યમાં વ્યાસપીઠના સહયોગ રૂપે મોરારીબાપૂની જાહેરાત

ગાંધીનગર, 15 સપ્ટેમ્બરઃGujarat mukhyamantri rahat nidhi: સૌરાષ્ટ્ર પ્રદેશના રાજકોટ, જૂનાગઢ, જામનગરના અનેક વિસ્તારોમાં થયેલા અતિ ભારે વરસાદથી પ્રભાવિત થયેલા અસરગ્રસ્તોની સહાય માટે પ્રસિદ્ધ રામ કથાકાર મોરારીબાપૂએ રૂ. રપ લાખનું દાન મુખ્યમંત્રી રાહતનિધિમાં અર્પણ કર્યુ છે. પૂજ્ય મોરારીબાપૂ હાલ દાર્જિલીંગમાં રામ કથા માટે ગયેલા છે.


નવનિયુકત મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે ભારે વરસાદ પ્રભાવિત ગ્રામજનો-લોકોની સ્થિતીની જાત માહિતી મેળવવા આ વિસ્તારોની ગઇકાલે કરેલી મુલાકાતના અહેવાલોની જાણ મોરારીબાપૂને દાર્જિલીંગમાં થતાં તેમણે રાજપીઠ સાથે વ્યાસપીઠના સહયોગ દાયિત્વ રૂપે આ રૂ. રપ લાખનું દાન મુખ્યમંત્રી રાહતનિધિમાં અર્પણ કર્યુ છે.

આ પણ વાંચોઃ Sentences apply: અફઘાનમાં હવે ચોરોના હાથ કપાશે, અનૈતિક સંબંધ માટે આપવામાં આવશે આ સજા- તાલિબાન શાસનમાં સદીઓ જૂની બર્બર સજાઓ

Whatsapp Join Banner Guj