12 to 18 year corona vaccine: ટૂંક સમયમાં જ 12થી 18 વર્ષના બાળકોને મળશે આ કંપનીની કોરોનાની રસી- વાંચો સંપૂર્ણ વિગત

12 to 18 year corona vaccine: ભારતીય દવાની કંપની ઝાયડસ કેડિલા તરફથી વિકસિત નવી કોરોના વેક્સિન ટૂંક સમયમાં જ દેશમાં 12થી 18 વર્ષ સુધીની ઉંમરના બાળકો માટે ઉપલબ્ધ થશે

નવી દિલ્હી, 27 જૂનઃ 12 to 18 year corona vaccine: ભારતીય દવાની કંપની ઝાયડસ કેડિલા તરફથી વિકસિત નવી કોરોના વેક્સિન ટૂંક સમયમાં જ દેશમાં 12થી 18 વર્ષ સુધીની ઉંમરના બાળકો માટે ઉપલબ્ધ થશે. કેન્દ્ર સરકારએ શુક્રવારના રોજ સુપ્રીમ કોર્ટમાં દાખલ એક સોગંદનામામાં આ વાત જણાવી છે. દેશમાં હજુ સુધી કોરોના વેક્સિન માટે ઓછામાં ઓછી ઉંમર 18 વર્ષ છે. દેશમાં 32 કરોડથી વધારે ડોઝ લગાવી દેવાયા છે.

મીડિયા રિપોર્ટ અનુસાર, સુપ્રીમ કોર્ટ તરફથી પૂછવામાં આવેલા સવાલના જવાબમાં કેન્દ્ર સરકારએ એમ પણ જણાવ્યું છે કે, વર્ષના અંત સુધીમાં દેશમાં તમામ ઉંમરના લોકોને કોરોનાની વેક્સિન લગાવી દેવામાં આવશે. સરકારએ એમ પણ જણાવ્યું કે, 18 વર્ષથી વધારે ઉંમરના 93થી 94 કરોડ લોકો માટે 186.6 કરોડ ડોઝની આવશ્યકતા રહેશે.

Whatsapp Join Banner Guj

સરકારએ જણાવ્યું કે, લોકો ડાયરેક્ટ રસીકરણના કેન્દ્રો પર જઇને વેક્સિન લગાવી શકે છે. વેક્સિન માટે ડિજિટલ પ્લેટફોર્મ અડચણરૂપ નથી. મોદી સરકારએ સુપ્રીમ કોર્ટને એમ પણ જણાવ્યું કે, સોમવારથી લાગુ થયેલી નવી નીતિ અંતર્ગત 18 વર્ષથી વધારે ઉંમરના તમામ લોકોને મફ્તમાં વેક્સિન અપાશે. પારદર્શિતા માટે દરરોજ વેક્સિનેશનના આંકડાઓને સાર્વજનિક કરવામાં આવી રહેલ છે.

સરકારએ જણાવ્યું કે, ખાનગી વેક્સિનેશન સેન્ટરો પર આર્થિક રીતે નબળા લોકોને પણ વેક્સિન મળી શકે, એ માટે વાઉચરવાળી એક યોજનાની શરૂઆત કરવામાં આવી છે. આ અંતર્ગત NGO વાઉચર પણ ખરીદી શકે છે અને જરૂરિયાતમંદ લોકોમાં તેનું વિવરણ કરી શકે છે.

આ પણ વાંચો- કોરોના ડેલ્ટા વેરિઅન્ટના વધતા કેસને લઇ WHOએ કરી ખાસ અપીલ, કહ્યું- વેક્સિન લીધા બાદ પણ માસ્ક પહેરો, સોશિયલ ડિસ્ટન્સ જાળવો- વાંચો વિગત