Gujarat Unlock: આજથી ગુજરાતના 18 શહેરોમાં સરકારે આપી આ છૂટછાટની સાથે રાત્રી કર્ફ્યુના સમયમાં પણ ફેરફાર- વાંચો સંપૂર્ણ અહેવાલ

Gujarat Unlock: 18 શહેરોમાં રાત્રી કર્ફ્યુનો સમય એક કલાક ઘટાડીને રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધીનો કરાયો

અમદાવાદ, 27 જૂનઃGujarat Unlock: ગુજરાતમાં કોરોના કેસમાં ઘટાડો થઇ સ્થિતિ કાબમાં આવતાં હવે રાજ્ય સરકારે નિયંત્રણો હળવા કર્યા છે. આઠ મહાનગરપાલિકા અને વાપી, અંકલેશ્વર, વલસાડ, નવસારી, મહેસાણા, ભરૂચ, પાટણ, મોરબી, ભુજ અને ગાંધીનગર એમ કુલ 18 શહેરોમાં રાત્રી કર્ફ્યુ સહિતના નિયંત્રણો ચાલુ રહેશે.. જો કે આ 18 શહેરોમાં રાત્રી કર્ફ્યુનો સમય એક કલાક ઘટાડીને રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધીનો કરાયો છે.

  • હોટલ અને રેસ્ટોરન્ટનો માણી શકશો સ્વાદ
  • સિનેમાઘરો, મલ્ટીપ્લેક્ષ, ઓડિટોરીયમ 50 ટકાની ક્ષમતા સાથે ચાલુ કરી શકાશે
  • લગ્ન પ્રસંગમાં 100 લોકો રહી શકશે હાજર
  • ૮ મહાનગરપાલિકા સહિત ૧૮ શહેરોમાં રાત્રી કફર્યુમાં એક કલાકનો ઘટાડો
  • ૮ મનપા, વાપી, અંકલેશ્વર, વલસાડ, નવસારી, મહેસાણા, ભરૂચ, પાટણ, મોરબી, ભુજમાં રાત્રે ૧૦થી સવારે ૬ સુધી કફર્યુ
Whatsapp Join Banner Guj

આ 18 શહેરોમાં વ્યવસાયિકો પ્રવૃત્તિ ધરાવતા સંચાલકો, માલિકો, સ્ટાફ સહિત તમામે આગામી 30 જૂન સુધીમાં વેક્સિન ફરજિયાત લેવાની રહેશે. રાજ્યના આ સિવાયના તમામ વિસ્તારોમાં વ્યવસાયિકો પ્રવૃત્તિ ધરાવતા સંચાલકો, માલિકો, સ્ટાફ સહિત તમામે આગામી 10 જુલાઇ સુધીમાં વેક્સિન ફરજિયાત લેવાની રહેશે.

જ્યારે અન્ય 18 શહેરોને કર્ફ્યુમાંથી મુક્તિ આપવામાં આવી છે. તો આજથી રાજ્યના સિનેમાઘરો, મલ્ટીપ્લેક્ષ, ઓડિટોરિયમ 50 ટકાની ક્ષમતા સાથે ચાલુ કરી શકાશે. લગ્ન પ્રસંગમાં 100 લોકો સુધી ઉપસ્થિત રહી શકશે.નોંધનીય છે કે,  રેસ્ટોરન્ટ, હોટેલ્સ રાત્રે 9 વાગ્યા સુધી 60 ટકાની ક્ષમતા સાથે ચાલુ રાખી શકાશે. હોમ ડિલેવરી રાત્રે 12 કલાક સુધી ચાલુ રાખી શકાશે. રાત્રી કર્ફ્યુ છે તે 18 શહેરોમાં વ્યવસાયિક એકમો રાત્રીના 9 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે.

આ પણ વાંચોઃ 12 to 18 year corona vaccine: ટૂંક સમયમાં જ 12થી 18 વર્ષના બાળકોને મળશે આ કંપનીની કોરોનાની રસી- વાંચો સંપૂર્ણ વિગત