2 Air Force pilots killed in MiG 21 plane crash

2 Air Force pilots killed in MiG 21 plane crash: વાયુસેનાનું ફાઈટર પ્લેન મિગ પ્લેન ક્રેશ,2 પાઇલોટનાં મોત નિપજ્યા

2 Air Force pilots killed in MiG 21 plane crash: આ વિમાન બાયતુ વિસ્તારના ભીમડા નજીક ટ્રેનિંગ દરમિયાન મિગ ક્રેશ થયું

નવી દિલ્હી, 29 જુલાઇઃ 2 Air Force pilots killed in MiG 21 plane crash: રાજસ્થાનના બાડમેરમાં વાયુસેનાનું ફાઈટર પ્લેન મિગ પ્લેન રાત્રે લગભગ 9 વાગ્યે ક્રેશ થયું છે. આ દુર્ઘટનામાં 2 પાઇલટનાં મોત નિપજ્યા છે. દુર્ઘટના પછી વિમાનમાં આગ લાગી ગઈ હતી. વિમાનનો કાટમાળ લગભગ અડધા કિલોમીટર સુધી વિખેરાયો છે. આ વિમાન બાયતુ વિસ્તારના ભીમડા નજીક ટ્રેનિંગ દરમિયાન મિગ ક્રેશ થયું છે. ક્રેશ થયા બાદ પ્રશાસને ટીમ રવાના કરી દીધી છે.

ઘટનાના કેટલાંક વીડિયો સામે આવ્યા છે, જેમાં દુર્ઘટના પછી ઘટનાસ્થળે વિમાનના કાટમાળમાં આગ જોવા મળી. જમીન પર એક પાઇલટની બોડી પણ જોવા મળી રહી છે. તેમનું શરીર બળી ગયું છે. નજીકમાં જ તેનો મોબાઈલ પણ જોવા મળી રહ્યો છે. સ્થાનિક લોકોએ પ્રશાસનની સાથે રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કર્યું છે.

આ પણ વાંચોઃ Girl fell into a borewell:સુરેન્દ્રનગરમાં 6 વર્ષની બાળકી 600 ફૂટ ઊંડા બોરમાં ખાબકી, માસૂમને બચાવવા આર્મીનું દિલધડક ઓપરેશન સફળ

નોંધનીય છે કે, આ પહેલાં ઓગસ્ટ 2021માં બાડમેરમાં એક મિગ-21 વિમાન ક્રેશ થયું હતું. આ ફાઈટર જેટ ટ્રેનિંગ ઉડાન પર હતું. ટેકઓફ બાદ તેમાં ટેકનિકલ ખરાબીને કારણે પ્લેન એક ઝુંપડા પર પડ્યું હતું. પ્લેન ક્રેશ થવાને કારણે પાઇલટે પોતાને ઈજેક્ટ કરી લીધો હતો.

રશિયા અને ચીન બાદ ભારત મિગ-21નું ત્રીજા ક્રમનું સૌથી મોટું ઓપરેટર છે. વર્ષ 1964માં આ વિમાનને સૌ પ્રથમ સુપરસોનિક ફાઈટર જેટ તરીકે એરફોર્સના કાફલામાં સામેલ કરવામાં આવ્યો હતો. શરૂઆતી જેટ રશિયામાં તૈયાર થયા હતા અને ત્યારબાદ ભારતમાં આ વિમાનોને એસેમ્બલ કરવાના અધિકાર અને ટેકનોલોજી પણ હાંસલ કરવામાં આવી હતી. ત્યારથી અત્યાર સુધીમાં મિગ-21એ વર્ષ 1971માં ભારત-પાકિસ્તાન યુદ્ધ, વર્ષ 1999ના કારગીલ યુદ્ધ સહિત અનેક મોરચે અત્યંત મહત્વની ભૂમિકા ભજવી છે. રશિયાએ તો વર્ષ 1985માં આ વિમાનનું ઉત્પાદન જ બંધ કરી દીધુ હતું, જોકે ભારત તેના અપગ્રેડેડ વેરિએન્ટનો ઉપયોગ કરી રહ્યું છે.

આ પણ વાંચોઃ Film Ram Setu in Controversy: અક્ષય કુમારની ફિલ્મ ‘રામ સેતુ’ રિલીઝ પહેલા વિવાદોમાં, આ નેતાએ એક્ટરની ધરપકડ કરવાની માંગ કરી

Gujarati banner 01