CM bhupendra Patel speech

Urban Development National Conclave: ગુજરાતમાં પ્રથમ વખત આયોજીત “શહેરી વિકાસ રાષ્ટ્રીય કોન્કલેવ” નો અમદાવાદ ખાતે પ્રારંભ

Urban Development National Conclave: અમદાવાદ રીવરફ્રંટનું ડેવલેપમેન્ટ પોલીટીકલ વીલનું શ્રેષ્ઠ ઉદાહરણ : મુખ્યમંત્રી

  • શહેરી વિકાસ રાષ્ટ્રીય કોન્કલેવ શહેરી સુખાકારીનો અમૃત કાળ સાબિત થશે તેવો વિશ્વાસ વ્યક્ત કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
  • સ્માર્ટ સીટી અને ગુડ ગવર્નન્સની પરિપાટીએ ગુજરાતના નગરો અને શહેરોનો વિકાસ દેશ માટે રોલ મોડલ બન્યો છે
  • લોકભાગીદારી સાથે ટાઉનપ્લાનીંગ અને અર્બન ડેવલેપમેન્ટ જમીન ઉપયોગના આયોજનના ગુજરાત મોડલની પ્રશંસા સમગ્ર દેશમાં થઇ છે.

ગાંધીનગર, 29 જુલાઇઃ Urban Development National Conclave: ગુજરાતમાં પ્રથમ વખત યોજાયેલ શહેરી વિકાસ રાષ્ટ્રીય કોન્કલેવનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રારંભ કરાવતા જણાવ્યું કે, શહેરી વિકાસ રાષ્ટ્રીય કોન્કલેવ શહેરી સુખાકારીનો અમૃત કાળ સાબિત થશે.


અમદાવાદ શહેરના રીવરફ્રંટ ખાતે યોજાયેલ આ કોન્કલેવમાં મુખ્યમંત્રી એ સાબરમતી રીવરફ્રંટને વિશ્વ સ્તરીય માળખાગત સુવિધાનું શ્રેષ્ઠ નજરાણું ગણાવીને રીવરફ્રંટના ડેવલપમેન્ટને પોલોટીકલ વીલનું શ્રેષ્ઠ ઉદાહરણ જણાવ્યું હતું.

મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે કહ્યું કે, દેશને 5 ટ્રીલીયન ઇકોનોમી બનાવવા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના આહવાનને સિદ્ધ કરવા શહેરી ઇકોનોમીનો વિકાસ અતિઆવશ્યક છે.


વડાપ્રધાન નરેન્દ્રભાઇ એ પડકારોને તકોમાં પરિવર્તિત કરવાની શૈલી વિકસાવી છે. તેમણે 20 વર્ષ પહેલા ગુજરાતના સાશનની ધુરા સંભાળી ત્યારે શહેરોની સુવિધાઓ મર્યાદિત હતી. નરેન્દ્રભાઇના અથાગ પરિશ્રમ અને દૂરંદેશીતાના પરિણામે આજે સ્માર્ટ સીટી અને ગુડ ગવર્નન્સની પરિપાટીએ ગુજરાતના નગરો અને શહેરોનો વિકાસ દેશ માટે રોલ મોડલ બન્યો છે.


જેના પરિણામે વર્લ્ડ ક્લાસ સ્માર્ટ અને સસ્ટેનેબલ સીટીનો એક નવો યુગ નરેન્દ્રભાઇના દિશાદર્શનમાં શરૂ થયો છે. વિશ્વ ફાસ્ટટ્રેક વિકાસની ગતિ તરફ આગળ વધી રહ્યું છે અને નાગરિક કેન્દ્રી સુવિધા અને ઓનલાઇન સુવિધાઓના સમન્વય થી આજે ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ થઇ રહ્યો છે.

આ પણ વાંચોઃ 2 Air Force pilots killed in MiG 21 plane crash: વાયુસેનાનું ફાઈટર પ્લેન મિગ પ્લેન ક્રેશ,2 પાઇલોટનાં મોત નિપજ્યા
સ્માર્ટ ક્લાસરૂમ થી સ્માર્ટ આંગણવાડી ,સ્માર્ટ પાર્કિગ થી સ્માર્ટ ટ્રાફિક મેનેજમેન્ટ , સ્માર્ટ ડ્રેનેજ થી સ્માર્ટ વોટર મેનેજમેન્ટ અને સ્માર્ટ ચાર્જીંગ થી સ્માર્ટ ઇલેક્ટ્રીક બસ જેવા અસંખ્ય પ્રયાસોની સામાન્ય માનવીના જીવન પર સકારાત્મક અસર વર્તાઇ રહી છે અને ઇઝ ઓફ લીવીંગ સરળ બની રહ્યું છે તેવો ભાવ મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો હતો.


મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે, દેશમાં છેલ્લા કેટલાય દાયકા થી ગ્રામ્ય ક્ષેત્રોમાં મર્યાદિત આવક, ઔદ્યોગિકરણ,આંતરમાળખાકીય સવલતો, શિક્ષણ અને સ્વાસ્થ્યની મર્યાદિત સવલતોના પરિણામે શહેરીકરણ વધ્યું છે.જે કારણોસર શહેરી વિકાસ મહત્વની બાબત બની રહી છે. ગુજરાતે આ પરિસ્થિતિને પારખીને શહેરી વિકાસને હંમેશા મહત્વ આપ્યું છે.


કેન્દ્ર સરકાર દ્વારા પણ અમદાવાદ, સુરત , વડોદરા, દાહોદ સહિતના 6 શહેરોને સ્માર્ટ સીટી તરીકે વિકસાવવા માટે પસંદ કરવામાં આવ્યા છે. જેમાં પણ અમદાવાદ અને વડોદરા ઇઝ ઓફ લીવીંગ અને મ્યુનિસીપલ કોર્પોરેશન આંકમાં ટોપ-10 માં સ્થાન ધરાવે છે.

ગુજરાત સરકાર દ્વારા ટી.પી. સ્કીમમાં ફાળવેલી જમીનમાંથી 5 ટકા જમીન વિસ્તાર સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના નાગરિકો માટે આવાસો બનાવવા માટે ફાળવવામાં આવે છે. તદ્ઉપરાંત ક્લીન અને ગ્રીન સીટી બનાવવા માટે અર્બન ફોરેસ્ટનો અભિગમ અપનાવ્યો છે. વધુમાં લોકભાગીદારી સાથે ટાઉનપ્લાનીંગ અને અર્બન ડેવલેપમેન્ટ ના સમન્વય થી તમામ શહેરી વિસ્તારોમાં જમીનના ઉપયોગના આયોજનનું મોડલ ગુજરાતે આપ્યું છે. જેની સમગ્ર દેશમાં પ્રશંસા થઇ છે તેમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતુ.


કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રાલયના સચિવ શ્રી મનોજ જોષીએ પ્રાસંગિક ઉદબોધનમાં શહેરી વિકાસ માટેના આયોજનને સેવા તરીકે પ્રોક્યોર કરવા અનુરોધ કર્યો હતો.તદ્ઉપરાંત તેમણે નાનામાં નાના ગરીબ વ્યક્તિને કેન્દ્રસ્થાને રાખીને શહેરોના સર્વસમાવેશી વિકાસ કરવાની નેમ વ્યક્ત કરી હતી.


અમિતાભ કાંતે આ પ્રસંગે જણાવ્યું કે, દેશના 9 થી 10 ટકા GDP દર હાંસલ કરવા માટે શહેરીકરણ અને શહેરોનો વિકાસ જરૂરી છે. ગુજરાત રાજ્યએ શહેરીકરણમાં સમગ્ર દેશમાં ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું હોવાનું તેમણે ઉમેર્યું હતુ.


નીતિ આયોગના સી.ઇ.ઓ. અમિતાભ કાંતે શહેરોના ટ્રાન્સિટ સંદર્ભિત વિકાસ એટલે કે પલ્બીક ટ્રાન્સપોર્ટના મહત્તમ ઉપયોગને વધારવાની સાથો સાથે નાગરિક ઉદ્દેશી સાયકલીંગ અને વોક-વે જેવી સુવિધા, સવલતો વિકસાવવા પર ભાર મૂક્યો હતો.દેશના ટકાઉ વિકાસ ક્ષેત્રના કાર્બન એમીશનના લક્ષ્યાંકને હાંસલ કરવા માટે અર્બનાઇઝેશન સાથે ડી-કાર્બનાઇઝેશન અતિઆવશયક હોવાનું પણ તેમણે જણાવ્યું હતુ.

આ પણ વાંચોઃ Girl fell into a borewell:સુરેન્દ્રનગરમાં 6 વર્ષની બાળકી 600 ફૂટ ઊંડા બોરમાં ખાબકી, માસૂમને બચાવવા આર્મીનું દિલધડક ઓપરેશન સફળ
શ્રેષ્ઠ શહેરી વિકાસ માટે ફ્લોર સ્પેશ ઇન્ડેક્સ(FSI) માં વધારો કરીને શહેરી વિકાસના વૈજ્ઞાનિક ઢબે આયોજન કરીને લીવેબલ સીટી બનાવવા તેમણે જણાવ્યું હતુ.


મુખ્ય સચિવ પંકજ કુમારે નાગરિકોના ચહેરા પર સ્મિત સાથેના વિકાસને ખરા અર્થમાં સફળ વિકાસ ગણાવ્યો હતો. તેમણે શહેરી વિકાસમાં ગુજરાત સમગ્ર દેશને નેતૃત્વ કરશે તેવો આશાવાદ વ્યકત કર્યો હતો.


વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે ગામડાઓના જન્મદિવસ ઉજવવાની વ્યક્ત કરેલી નેમના ભાગરૂપે ગુજરાતમાં 3 મહિનામાં 7 હજાર જેટલા ગામડાઓના જન્મદિવસ ઉજવવામાં આવ્યા હોવાનું પણ તેમણે જણાવ્યું હતુ.


અમદાવાદ ખાતેની ગુજરાતની પ્રથમ શહેરી વિકાસ રાષ્ટ્રીય કોન્કલેવમાં અમદાવાદ શહેરના મેયર કિરીટભાઇ પરમાર, શહેરી વિકાસ મુખ્ય સચિવ મુકેશ કુમાર, અમદાવાદ મ્યુનિસીપલ કમિશનર લોચન શહેરા, સાબરમતી વિકાસ બોર્ડના ચેરમેન કેશવ વર્મા, અગ્રણી સુરેન્દ્રકાકા સહિત કેન્દ્ર અને રાજ્ય સરકારના અધિકારીઓ, દેશના વિવધ રાજ્યો અને શહેરોના મ્યુનિસીપલ કોર્પોરેશનના અગ્રણીઓ, હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચોઃ Film Ram Setu in Controversy: અક્ષય કુમારની ફિલ્મ ‘રામ સેતુ’ રિલીઝ પહેલા વિવાદોમાં, આ નેતાએ એક્ટરની ધરપકડ કરવાની માંગ કરી

Gujarati banner 01