હિમવર્ષાની સાથે જમ્મુ કાશ્મીરમાં 4.1ની તીવ્રતાએ આવ્યો ભૂકંપનો આંચકો

415995873 Earthquake

શ્રીનગર, 17 જાન્યુઆરીઃ ભારે ઠંડી અને હિમવર્ષા વચ્ચે જમ્મુ કાશ્મીરમાં શનિવારે રાત્રે ભૂકંપના આંચકા અનુભવાયા. નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજી પ્રમાણે ભૂકંપની તિવ્રતા રિક્ટર સ્કેલ પર 4.1ની તિવ્રતા માપવામાં આવી. ભૂકંપના કારણે હાલ કોઈ જાનહાનીની ખબર સામે આવી નથી. ભૂકંપના આંચકાના કારણે લોકો ઘરોની બહાર નિકળી ગયા.

જમ્મુ કાશ્મીરમાં શનિવારે રાત્રે 10.0 કલાકે ભૂકંપનો આંચકો અનુભવાયો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી પ્રમાણે ભૂકંપને કેટલીક સેકેન્ડ માટે અનુભવાયો. ભૂકંપ 10 કિમી ઉંડાઇમાં હતુ અને તેનું કેન્દ્ર 33.03 ડિગ્રી ઉત્તર અક્ષાંશ અને 75.93 ડિગ્રી પૂર્વિય દેશાંતર પર હતું.

Whatsapp Join Banner Guj

ઉલ્લેખનીય છે કે, 11 જાન્યુઆરીએ જમ્મુ કાશ્મીરના કિશ્તવાડમાં 5.1ની તિવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. પોલીસના એક અધિકારીએ જણાવ્યું હતું કે સાંજે 07.32 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા અને તે થોડી સેકેન્ડ સુધી અનુભવાયા.

આ પણ વાંચો…
સૂર્યદેવને પ્રસન્ન કરવા રવિવારે કરો આ 7 ઉપાય, બધી મનોકામના થશે પૂર્ણ