5 state Exit Poll

5 state Exit Poll: ક્યાંક ‘હાથ’ ઉપર તો ક્યાંક ખીલ્યું ‘કમળ’, જાણો 5 રાજ્યોના એક્ઝિટ પોલના પરિણામો

5 state Exit Poll: એક્ઝિટ પોલના પરિણામોમાં રાજસ્થાન-છત્તીસગઢમાં કોંગ્રેસ ફરી સત્તામાં આવે તેવું લાગી રહ્યું

અમદાવાદ, 30 નવેમ્બરઃ 5 state Exit Poll: વિધાનસભા ચૂંટણી 2023ના એક્ઝિટ પોલના પરિણામો આવવા લાગ્યા છે. એક્ઝિટ પોલના પરિણામોમાં રાજસ્થાન-છત્તીસગઢમાં કોંગ્રેસ ફરી સત્તામાં આવે તેવું લાગી રહ્યું છે. જ્યારે મધ્યપ્રદેશમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે જબરદસ્ત મુકાબલો જોવા મળી રહ્યો છે. ખબર હોય કે, પાંચેય વિધાનસભા ચૂંટણીના પરિણામો રવિવારે 3 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે.

જાણો 5 રાજ્યોના એક્ઝિટ પોલના પરિણામોમાં કોણ આગળ છે

  • મધ્યપ્રદેશમાં ભાજપને 140-162, કોંગ્રેસને 68-90 અને અન્યને 3 બેઠકો મળવાની ધારણા છે.
  • રાજસ્થાનમાં ભાજપને 80-100, કોંગ્રેસને 86-106 અને અન્યને 9-18 બેઠકો મળવાની ધારણા છે.
  • છત્તીસગઢમાં ભાજપને 36-46, કોંગ્રેસને 40-50 અને અન્યને 1-5 બેઠકો મળવાની ધારણા છે.
  • તેલંગાણામાં BRSને 40-45, કોંગ્રેસને 48-64, BJPને 7-13 અને અન્યને 4-7 બેઠકો મળવાની ધારણા છે.
  • મિઝોરમમાં MNFને 10-14, JPMને 15-25, BJPને 2 અને કોંગ્રેસને 9 બેઠકો મળવાની ધારણા છે.

એક્ઝિટ પોલ વિધાનસભા ચૂંટણીના પરિણામો દર્શાવે તેવી શક્યતા છે. આ રાજ્યોની ચૂંટણીઓ મહત્વપૂર્ણ છે કારણ કે 2024 માં નિર્ણાયક લોકસભા અથવા સામાન્ય ચૂંટણીઓ પર તેની અસર થવાની અપેક્ષા છે.

આ પણ વાંચો… Massive Deal: ભારતીય સશસ્ત્ર દળોની વધશે તાકાત, તેજસ ફાઈટર જેટ-પ્રચંડ હેલિકોપ્ટર ખરીદવાની મળી મંજૂરી

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો