PM Modi inaugurates oxygen plant

7 Sri Lankan political parties sought help of PM: શ્રીલંકાની સાત રાજકીય પાર્ટીઓએ વડાપ્રધાન મોદી પાસે માગી મદદ- વાંચો શું છે મામલો?

7 Sri Lankan political parties sought help of PM: પત્રમાં શ્રીલંકાના બંધારણના 13માં સંશોધનની જોગવાઈને સમગ્ર રીતે લાગુ કરવા માટે નરેન્દ્ર મોદીની મદદ માગી

નવી દિલ્હી, 11 જાન્યુઆરીઃ 7 Sri Lankan political parties sought help of PM: શ્રીલંકાની સાત રાજકીય પાર્ટીઓએ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી પાસે મદદ માગી છે. દેશના ઉત્તરી અને પૂર્વી રાજ્યોમાં શ્રીલંકાઈ તમિલનુ પ્રતિનિધિત્વ કરનાર દળોએ નરેન્દ્ર મોદીને એક પત્ર લખ્યો છે. પત્રમાં શ્રીલંકાના બંધારણના 13માં સંશોધનની જોગવાઈને સમગ્ર રીતે લાગુ કરવા માટે નરેન્દ્ર મોદીની મદદ માગી છે.

શ્રીલંકાના બંધારણના 13A એટલે 13મુ સંશોધન જુલાઈ 1987 ના ભારત-શ્રીલંકા સમાધાનના કારણે અસ્તિત્વમાં આવ્યુ હતુ. આ સંશોધન હેઠળ પ્રાંતીય પરિષદોની સ્થાપના કરવામાં આવી હતી પરંતુ હજુ સુધી આ સંશોધનને લાગુ કરવામાં આવ્યુ નથી જેનાથી શ્રીલંકાના તમિલોને સત્તામાં યોગ્ય સ્થાન મળી શક્યુ નથી.

પત્રના ડ્રાફ્ટને 29 ડિસેમ્બર 2021એ અંતિમ રૂપ આપવામાં આવ્યુ હતુ. તમામ પક્ષોએ 6 જાન્યુઆરી 2022એ આને મંજૂર કર્યુ હતુ. વડાપ્રધાનને પત્ર લખનારી રાજકીય પાર્ટીઓમાં સામેલ છે- TNA, ITAK, TELo, PLOTE, EPRLF, TMP અને TNP.

આ પણ વાંચોઃ Old number can be kept for the new vehicle: હવે ગુજરાતમાં પણ વાહન માલિકો નવા વાહન માટે જૂનો નંબર યથાવત રાખી શક્શે

પત્રમાં શ્રીલંકાના તમિલભાષી લોકોની પ્રમુખ સમસ્યાઓનો ઉલ્લેખ છે. પત્રને કોલંબોમાં ભારતીય ઉચ્ચ કમિશનના કાર્યાલયોના માધ્યમથી વડાપ્રધાન મોદીને મોકલવામાં આવશે. 

શુ લખ્યુ છે પત્રમાં?

નરેન્દ્ર મોદીને લખેલા લાંબા પત્રમાં રાજકીય દળો તરફથી લખવામાં આવ્યુ છે કે 1948માં બ્રિટનથી આઝાદ થયા બાદ શ્રીલંકાના તમિલ ભાષી લોકોએ તમામ સરકારો પાસે યોગ્ય રીતે સત્તા વેચવાની માગ કરી છે. તેથી કેટલાક પ્રયાસ કરવામાં આવેલા પરંતુ હજુ પણ આ મુદ્દાને ઉકેલી શકાય નહીં.

Whatsapp Join Banner Guj