Afghanistan returnees corona positive: કાબુલથી ભારત આવેલા 16 લોકો નીકળ્યા કોરોના પોઝિટિવ- વાંચો વિગત

Afghanistan returnees corona positive: કોરોના વાયરસનો રિપોર્ટ આવ્યા બાદ તમામ 78 લોકોને હવે ક્વોરેન્ટાઈન કરી દેવામાં આવ્યા છે

નવી દિલ્હી, 25 ઓગષ્ટઃ Afghanistan returnees corona positive: છેલ્લા દોઢ વર્ષથી વિશ્વ કોરોનાના નામની મહામારીનો સામનો કરી રહ્યું છે. ત્યાર બાદ અફઘાનિસ્તાન પર તાલિબાનનો આંતકિ હુમલો થયો. જેનાથી વિશ્વના તમામ દેશો ચિંતામાં છે અને તેની અસર પણ અન્ય દેશો પર જોવા મળી રહી છે. હજી અફઘાનિસ્તાનમાંથી રેસ્ક્યુ કરીને લોકોને ભારત લાવવાનું મિશન સતત ચાલુ છે. મંગળવારે અફઘાનિસ્તાનથી દિલ્હી પાછા આવેલા કુલ 78 મુસાફરોમાંથી 16 લોકો કોરોના પોઝિટિવ નોંધાયા છે.

જાણવા મળ્યા મુજબ કાબુલથી ગુરૂગ્રંથ સાહિબ લઈને આવેલા 3 ગ્રંથી પણ કોરોના વાયરસની લપેટમાં આવ્યા છે. જોકે રાહતની વાત એ છે કે, તે સૌમાં કોરોના વાયરસ(Afghanistan returnees corona positive)ના કોઈ જ લક્ષણ નથી.  કોરોના વાયરસનો રિપોર્ટ આવ્યા બાદ તમામ 78 લોકોને હવે ક્વોરેન્ટાઈન કરી દેવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરી અને અન્ય નેતા, અધિકારીઓ પણ તે સૌના સંપર્કમાં આવ્યા હતા. 

નોંધનીય છે કે, અફઘાનિસ્તાનના કાબુલથી સતત ભારતીય વાયુસેનાના વિમાનો દ્વારા લોકોને લાવવામાં આવી રહ્યા છે. તેમાં ભારતીય નાગરિકોની સાથે સાથે અફઘાની નાગરિકોનો પણ સમાવેશ થાય છે. તે અનુસંધાને ગત રોજ 78 લોકોને લાવવામાં આવ્યા હતા અને તેમના સાથે ગુરૂગ્રંથ સાહિબની 3 પ્રતિઓને કાબુલથી પાછી લાવવામાં આવી હતી.

આ પણ વાંચોઃ GTU start new courses: જીટીયુ દ્વારા વિવિધ ટેક્નિકલ અને નોન-ટેક્નિકલ કુલ 20 કોર્સ શરૂ કરવામાં આવ્યાં- વાંચો વિગત

ભારતે અત્યાર સુધીમાં 500 કરતા વધારે લોકોને અફઘાનિસ્તાનમાંથી સુરક્ષિત બહાર કાઢ્યા છે. જ્યારે એમ્બેસીમાં કામ કરતા સ્ટાફને પહેલા જ કાબુલથી પાછો લાવી દેવામાં આવ્યો છે. ભારત દરરોજ 2 વિમાનો દ્વારા લોકોને રેસ્ક્યુ કરી રહ્યું છે. જોકે અફઘાનિસ્તાનમાંથી પાછા લાવવામાં આવેલા લોકો સાથે સતર્કતા પણ વર્તવામાં આવી રહી છે. કોરોના વાયરસના સંકટને ધ્યાનમાં રાખીને લોકોને ક્વોરેન્ટાઈન કરવામાં આવી રહ્યા છે અને તેમના ટેસ્ટ પણ કરવામાં આવી રહ્યા છે. 

ભારતે પોતાના આ મિશનને ઓપરેશન દેવીશક્તિ નામ આપ્યું છે. ખાસ વાત એ છે કે, ભારત પોતાના નાગરિકો અને અફઘાની નાગરિકોની સાથે સાથે વિશ્વના અન્ય લોકોને પણ બચાવી રહ્યું છે. ભારતે તાજેતરમાં નેપાળ, લેબનોનના નાગરિકોને પણ રેસ્ક્યુ કર્યા હતા. 

Whatsapp Join Banner Guj