school student edited

Schools reopening: ધોરણ 6 થી 8 ના વર્ગો શરૂ કરવા શિક્ષણમંત્રીએ કરી મોટી જાહેરાત- વાંચો વિગત

Schools reopening: મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને કેબિનેટ બેઠકમાં ધોરણ 6 થી 8 શાળાઓ 2જી સપ્ટેમ્બર ગુરુવારથી શરૂ કરવાનો નિર્ણય લેવાયો

ગાંધીનગર, 25 ઓગષ્ટ: Schools reopening: ધોરણ 6 થી 8 ઓફલાઇન વર્ગો ચાલુ કરવા અંગે આખરે રાજ્ય સરકારે નિર્ણય લઈ લીધો છે. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જાહેરાત કરી કે, ગુજરાતમાં 2 સપ્ટેમ્બરથી ધોરણ 6 થી 8 ના ઓફલાઈન વર્ગો શરૂ કરવામાં આવશે.

મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને કેબિનેટ બેઠકમાં ધોરણ 6 થી 8 શાળાઓ 2જી સપ્ટેમ્બર ગુરુવારથી શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે. સાથે જ 30 હજાર કરતાં વધુ સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓ શરૂ કરાશે. આ સાથે જ ગુજરાતમાં ૩૨ લાખ વિદ્યાર્થીઓ શિક્ષણ કાર્યનો પ્રારંભ થશે. 

આ પણ વાંચોઃ Afghanistan returnees corona positive: કાબુલથી ભારત આવેલા 16 લોકો નીકળ્યા કોરોના પોઝિટિવ- વાંચો વિગત

ગુજરાતભરમાં ધોરણ 9 થી 12 તથા કોલેજનું ઓફલાઈન શૈક્ષણિક કાર્ય શરૂ કરાયુ હતું. પરંતુ ધોરણ 6 થી 8 ના વર્ગો શરૂ કરવા અંગે લાંબા સમયથી વિચારણા ચાલી રહી હતી. પરંતુ આખરે આ અંગે નિર્ણય લઈ લેવામાં આવ્યો છે. 2 સપ્ટેમ્બરથી ગુજરાતભરની શાળાઓમાં ધોરણ 6 થી 8 ના વર્ગો શરૂ કરવામાં આવશે.

શિક્ષણમંત્રીએ વધુમાં કહ્યું કે, ઓફલાઈન વર્ગોની સાથે ઓનલાઇન શિક્ષણ પણ ચાલુ રાખવામાં આવશે. ધોરણ 6 થી 8 ના વર્ગો 50 ટકા હાજરી સાથે શરૂ કરાશે. સાથે જ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનો નિયમ ફરજિયાતપણે પાળવા પડશે. તેમજ શાળાઓએ તમામ પ્રકારની એસઓપીનું પાલન કરવું પડશે

Whatsapp Join Banner Guj