IMG 20210824 WA0016

GTU start new courses: જીટીયુ દ્વારા વિવિધ ટેક્નિકલ અને નોન-ટેક્નિકલ કુલ 20 કોર્સ શરૂ કરવામાં આવ્યાં- વાંચો વિગત

GTU start new courses: વર્તમાન સમયમાં દરેક યુનિવર્સિટીએ બહુઆયામી અભિગમ અપનાવીને વિદ્યાર્થીના જ્ઞાનમાં વધારો કરતાં દરેક પ્રકારના ટેક્નિકલ , નોન ટેક્નિકલ અને આપણા ઈતિહાસ , સંસ્કૃત્તિ અને વારસાને ઉજાગર કરતાં કોર્સ શરૂ કરવા જોઈએ- પ્રો. ડૉ. નવીન શેઠ, કુલપતિ , જીટીયુ

અમદાવાદ, 25 ઓગષ્ટઃ GTU start new courses: કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલ નવી શિક્ષણ નીતિમાં વિદ્યાર્થીના સર્વાંગી વિકાસના હેતુસર શિક્ષણ પ્રણાલીમાં આમૂલ પરિવર્તન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત દરેક શાખના વિદ્યાર્થીઓને અન્ય શાખનું પણ જ્ઞાન મળી રહે તે બાબતેની યોગ્ય પ્રણાલી વિકસાવવામાં આવેલ છે.  જે અંતર્ગત આગામી દિવસોમાં  ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) દ્વારા  ટેક્નિકલ જ્ઞાનની સાથે વિદ્યાર્થીઓ આપણી પ્રાચીન સંસ્કૃત્તિ અને જ્ઞાન-વિજ્ઞાનમાં પણ અભ્યાસુ બનીને તેનો પ્રચાર પ્રસાર કરે તે માટે , જીટીયુ અને પૂનાના ભીષ્મ ઈન્ડિક ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે ભારતીય પ્રાચીન સંસ્કૃત્તિ , ઈતિહાસ અને વારસાના 12 શોર્ટટર્મ કોર્સિસ શરૂ કરવામાં આવ્યા છે.  

આ સંદર્ભે જીટીયુના કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠે જણાવ્યું હતું કે , વર્તમાન સમયમાં દરેક યુનિવર્સિટીએ બહુઆયામી અભિગમ અપનાવીને વિદ્યાર્થીના જ્ઞાનમાં વધારો કરતાં દરેક પ્રકારના ટેક્નિકલ , નોન ટેક્નિકલ અને આપણા ઈતિહાસ , સંસ્કૃત્તિ અને વારસાને ઉજાગર કરતાં કોર્સ શરૂ કરવા જોઈએ. જીટીયુના કુલસચિવ ડૉ. કે . એન. ખેર અને ભીષ્મ ઈન્ડિક ફાઉન્ડેશનના સ્થાપક ડિરેક્ટર ક્ષિતિજ પાતુકુલે પણ  આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતાં.  

આ પણ વાંચોઃ Umar gautam: ધર્મ પરિવર્તન માટે નેટવર્ક ચલાવનાર ઉમર ગૌતમ ત્રણ વર્ષમાં પાંચ વખત ગુજરાતના આ શહેરમાં આવી ગયો- વાંચો વિગત

  1. સરકાર દ્વારા જાહેર કરાયેલ નવી શિક્ષણ નીતિમાં પણ ભારતીય જ્ઞાન પરંપરાને ખાસ મહત્વ આપવામાં આવ્યું છે.  જીટીયુ સંચાલિત ધરોહર સેન્ટરનો મુખ્ય ઉદ્દેશ ભારતીય સંસ્કૃતિ અને દર્શન, ભારતીય વિચારધારા, પ્રાચીન ભારતીય જ્ઞાન, આધુનિક ભારતીય સાંસ્કૃતિક તત્વજ્ઞાન વગેરેને લગતાં અભ્યાસક્રમો અને કાર્યક્રમો શરૂ કરવાનો છે.  “જીટીયુ ધરોહર” અંતર્ગત ટૂંકા ગાળાના સર્ટિફિકેટ તેમજ ડિપ્લોમા અભ્યાસક્રમો શરૂ કરવામાં આવ્યા છે. જેમાં મુખ્યત્વે સ્ટડી ઑફ વેદાસ , પ્રાચીન ભારતીય વાસ્તુકલા , ભારતીય કલા , સ્ટડી ઑફ પુરાણ , પ્રાચીન રાજનીતિક વ્યવસ્થા , વૈદિક સંસ્કૃત્તિ , સ્ટડી ઑફ ઉપનિષદ , ભારતીય સંસ્કૃત્તિ ,પ્રાચીન ભારતીય વિજ્ઞાન , પ્રાચીન ભારતીય સાહિત્ય  અને ખગોળશાસ્ત્ર જેવા વિવિધ અભ્યાસક્રમો ચલાવવામાં આવશે. રસ ધરાવતાં તેમજ કોઈ પણ વ્યવસાય સાથે સંકળાયેલા વ્યક્તિઓ અને વિદ્યાર્થીઓ  આ કોર્સનો અભ્યાસ ઓનલાઈન માધ્યમથી કરી શકશે.

2. વધુમાં જીટીયુ દ્વારા ચાલુ શૈક્ષણીક વર્ષ દરમિયાન પણ 8 નવા સર્ટીફિકેટ કોર્સથી લઈને માસ્ટર્સ લેવલના ટેક્નિકલ કોર્સ શરૂ કરવામાં આવ્યા છે. ઈન્ડસ્ટ્રીઝની માંગ આધારીત ફાર્મસી , એન્જીનિયરીંગ,  આઈઓટી અને સાયબર સિક્યોરીટીઝ જેવા ક્ષેત્રના નવા કોર્સ , વિદ્યાર્થીઓને ખૂબ જ ફાયદાકારક થશે. ગુજરાત ફાર્મા હબ છે, તે જોતાં રોજગારની તકો પણ વિપુલ પ્રમાણ રહેલી છે. જેથી કરીને  જીટીયુ દ્વારા બાયોટેક્નોલોજી માટે અનુક્રમે 2 અને 1 વર્ષનો કોર્સ  એમએસસી ઈન ઈન્ડસ્ટ્રીયલ બાયોટેક્નોલોજી અને  પીજી ડિપ્લોમા ઈન બાયો ઈન્ફોર્મેટીક્સ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં લાઈફ સાયન્સની કોઈ પણ શાખામાંથી ગ્રેજ્યુએટ થયેલ વિદ્યાર્થી અરજી કરી શકશે. ધોરણ 12 સાયન્સ પાસ વિદ્યાર્થીઓ માટે પણ 5 (3+2) વર્ષ માટે  ઈન્ટીગ્રેટેડ એમએસસી કૉમ્યુટર સાયન્સનો કોર્સ શરૂ કરાયો છે. વર્તમાન સમયમાં એન્જીનિયરીંગ ક્ષેત્રે 4.0 ઈન્ડસ્ટ્રીઝનું રિવોલ્યુશન થઈ રહ્યું છે.

તમામ ઈન્ડસ્ટ્રીઝમાં ઈન્ટરનેટ ઑફ થીંગ્સ (આઈઓટી) , મશીન લર્નિંગ અને સાયબર સિક્યોરીટીઝનો વ્યાપ વધી રહ્યો છે. ત્યારે આઈટી, ઈસી , કોમ્પ્યુટર , ઈલેક્ટ્રોનિક્સની જેવી એન્જીનિયરીંગ શાખામાં બીઈ કરેલ વિદ્યાર્થીઓ માટે એમઈ  ઈન કૉમ્પ્યુટર એન્જીનિયરીંગ (ઈન્ટરનેટ ઑફ થીંગ્સ) તથા એમએસસી બાયોટેક્નોલોજી , ફાર્મસી  જેવા કોર્સ કરેલ વિદ્યાર્થીઓ માટે એમ. ટેક ઈન  બાયોટેક્નોલોજીનો કોર્સ શરૂ કરવામાં આવેલ છે. ઉપરયુક્ત બન્ને કોર્સની સમયમર્યાદા 2 વર્ષની છે. ફાર્મસી ક્ષેત્રે પણ વિવિધ અદ્યત્તન સંશોધન માટે ઈન્ડસ્ટ્રીઝને વિશેષ યોગ્યતા ધરાવતાં  ઉમેદવારની જરૂરીયાત હોવાના કારણોસર ફાર્મસી ક્ષેત્રે 3 મહિનાના શોર્ટટર્મ સર્ટીફિકેટ કોર્સ  ફાર્માસ્યૂટીકલ ક્વાલિટી સિસ્ટમ એન્ડ ઓડિટ કમ્પલેન ,  રિવર્સ એન્જીનિયરીંગ અપ્રોચસ ઈન ફાર્માસ્યૂટીકલ પ્રોડક્ટ ડેવલોપમેન્ટ અને  ગુડ મેન્યુફેક્ચરીંગ પ્રેક્ટીસ ઈન બાયોલોજીકલ પ્રોડક્ટ્સ  શરૂ કરવામાં આવ્યા છે.  જેમાં કોઈ પણ સાયન્સ ગ્રેજ્યુએટ વિદ્યાર્થી એડમીશન મેળવી શકશે.

GTU start new courses

3. સરકાર દ્વારા ગાંધીનગર લેકાવાડા ખાતે 100 એકરની જમીન નવા બિલ્ડીંગના બાંધકામ માટે ફાળવવામાં આવી છે. તાજેતરમાં સરકાર દ્વારા તેના બાંધકામ માટે રૂપિયા 260 કરોડની ગ્રાંન્ટ પણ મંજૂર કરવામાં આવી છે.  જીટીયુના નવા બિલ્ડીંગનું બાંધકામ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. 3 વર્ષની સમય મર્યાદામાં જીટીયુના નવા બિલ્ડીંગનું બાંધકામ પરિપૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. 

નવું તૈયાર થતું કેમ્પસ ગ્રીન રેટીંગ ફોર ઈન્ટીગ્રેટેડ હેબિટેટ એસેસમેન્ટ (ગૃહ) અનુસાર સંપૂર્ણ ગ્રીન બિલ્ડિંગની થીમ પર બનાવવામાં આવશે. જેમાં 17 થી વધુ ભવનોની સ્થાપના કરવામાં આવશે. જેમાં સ્કૂલ ઑફ એન્જિનિયરીંગ , ફાર્મસી , મેનેજમેન્ટ , ઉપરાંત એડમીન બિલ્ડિંગ  , પરીક્ષા ભવન અને ડેટા સેન્ટર , ગલ્સ અને બોય્ઝ હોસ્ટેલ , અદ્યતન સેન્ટર લાઈબ્રેરી , કુલપતિશ્રી અને કુલસચીવશ્રીના બંગ્લોઝ , ક્લાસ -2 અને 3 કેટેગરીના સ્ટાફ ક્વાર્ટઝ ,  કાફેટેરીયા , ફાર્મસીની રીસર્ચ સંબધીત એનિમલ હાઉસ આ ઉપરાંત તમામ કર્મચારીઓને સવલત મળી રહે તે હેતુસર એટીએમ અને પોસ્ટ ઓફિસની સુવિઘા પણ પૂરી પાડવામાં આવશે. 

ગ્રીન બિલ્ડિંગની થીમ પર બનાવવામાં આવતું નવું કેમ્પસ અંદાજીત 5000થી વધુ વૃક્ષોથી આચ્છાદિત હશે. જેમાં લિમડો, પીપળો , વડ, બોરસલી , ગુલમહોર, આંબલી વગેરે વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે. આ ઉપરાંત  2000 સ્કેવર મીટરના ક્ષેત્રફળમાં આયુર્વેદીક ઔષધી પ્લાન્ટ પણ વાવવામાં આવશે. જેમાં અરડૂસી , અશ્વગંધા , આમળા , ગીલોય , જાંબુ વગેરે જેવા ઔષધીય છોડનું પણ વાવેતર કરવામાં આવશે.  100 ટકા શુદ્ધ અને પ્રદૂષણમુક્ત પ્રાકૃતિક વાતાવરણ મળી રહે  તે માટે કોમન પાર્કિંગ રખાવીને સમગ્ર કેમ્પસમાં પરિવહન માટે 2.50 કિમીનો સાયકલ ટ્રેક બનાવવામાં આવ્યો છે.  આ ઉપરાંત વિવિધ ભવનો પર 18000 સ્કેવ મીટરના ક્ષેત્રફળ પર સોલાર પેનલ લગાવીને સમગ્ર કેમ્પસ સોલર લાઈટથી સંચાલિત કરાશે. જેનાથી પુન:પ્રાપ્ય ઉર્જા સ્ત્રોતનો ઉપયોગ સવિશેષ પ્રમાણમાં કરીને ગ્રીન હાઉસ ઈફેક્ટ્સ  અને અન્ય પ્રકૃત્તિને નુકસાનકારક પ્રવૃત્તિ પર લગામ લગાવી શકાશે. આ સમગ્ર કેમ્પસનું બાંધકામ એક જ સમયમાં બાંધવામા આવશે. વધુમાં વિદ્યાર્થીઓની સાંસ્કૃતિક પ્રવૃત્તિને વેગ મળે તે માટે અદ્યતન ઓડિટોરીયમ અને સ્પોર્ટ્સ સ્ટેડિયમ બનાવવામાં આવશે.

આ પણ વાંચોઃ 12 yr old girl becoming a mother: આ રાજ્યમાં એક ચકચારી ઘટના- 12 વર્ષની એક બાળકી માતા બની, આઠ મહિના પહેલા તેની સાથે થયુ હતુ દુષ્કર્મ

4. વિવિધ સંશોધનને પ્રોત્સાહન મળે તે હેતુસર , જીટીયુ દ્વારા તાજેતરમાં લેવાયેલ નિર્ણય અનુસાર જીટીયુ ખાતે ફુલ ટાઈમ પી.એચડી કરનારને રૂપિયા 25000 અને પોસ્ટ ડૉક્ટરેટ કરનારને રૂપિયા 50000ની ફેલોશીપ પ્રતિમાસ જીટીયુ તરફથી આપવામાં આવશે. આ ઉપરાંત ડૉક્ટરેટ અને પોસ્ટ ડૉક્ટરેટ કરનારને અનુક્રમે 25000 અને 50000 રૂપિયા વાર્ષિક કન્ટીજન્સી પણ મળવાપાત્ર રહશે.   

Whatsapp Join Banner Guj