Anju

Anju Returned From Pakistan: છ મહિના બાદ ભારત પરત આવી અંજુ ઉર્ફે ફાતિમા, થયો સૌથી મોટો ખુલાસો

Anju Returned From Pakistan: અંજુ પાસે તેના નસરુલ્લા સાથેના લગ્ન સંબંધિત કોઈ દસ્તાવેજો નથી

નવી દિલ્હી, 30 નવેમ્બરઃ Anju Returned From Pakistan: ભારતીય મહિલા અંજુ જે હવે ફાતિમા છે, જે તેના ફેસબુક મિત્ર નસરુલ્લાહ માટે પાકિસ્તાન ચાલી ગઈ હતી. હવે વાઘા બોર્ડર થઈને ભારત દેશમાં પરત આવી છે. અમૃતસરમાં પંજાબ પોલીસ ઈન્ટેલિજન્સ અને આઈબી દ્વારા તેની સઘન પૂછપરછ બાદ બુધવારે મોડી રાત્રે તેને નવી દિલ્હી જવાની મંજૂરી આપવામાં આવી હતી.

સૂત્રોના જણાવ્યા મુજબ, અંજુને પાકિસ્તાની સંરક્ષણ એજન્સીઓ અથવા કર્મચારીઓ સાથેના કોઈપણ સંપર્ક વિશે પૂછવામાં આવ્યું હતું જેનો તેણીએ સ્પષ્ટપણે ઇનકાર કર્યો હતો. તેની પૂછપરછ દરમિયાન અંજુએ અધિકારીઓને ભારતમાં તેની યોજનાઓ વિશે જણાવ્યું અને સંકેત આપ્યો કે તે પાકિસ્તાન પરત જશે.

તેણે કહ્યું કે તે તેના ભારતીય પતિ અરવિંદ સાથે છૂટાછેડા લીધા પછી તેના બાળકોને તેની સાથે (ભારતમાંથી) પાકિસ્તાન લઈ જશે. અંજુએ રાષ્ટ્રીય રાજધાનીમાં પ્રવેશ કર્યો, પરંતુ તેણે પાકિસ્તાનમાં રહેવા અથવા તેના વતન આવવા વિશે વાત કરવાનો ઇનકાર કર્યો હતો. તેણીએ દિલ્હી એરપોર્ટ પર પત્રકારોને કહ્યું, “હું અત્યારે કંઈ કહેવા માંગતી નથી.”

અંજુ પાસે તેના નસરુલ્લા સાથેના લગ્ન સંબંધિત કોઈ દસ્તાવેજો નથી

સૂત્રોએ જણાવ્યું કે અંજુ ઉર્ફે ફાતિમાને પાકિસ્તાનમાં રહેવા વગેરે બાબતે ગુપ્તચર એજન્સીઓએ તેની પૂછપરછ કરી હતી. પૂછપરછ દરમિયાન તેણે કહ્યું હતું કે તે આ વર્ષે 27 જુલાઈના રોજ પાકિસ્તાન ગઈ હતી અને તેણે દાવો કર્યો હતો કે તેણે ઈસ્લામ કબૂલ કરી નસરુલ્લા સાથે લગ્ન કર્યા છે. નસરુલ્લાએ, ગુઇમુલા ખાનનો પુત્ર, પાકિસ્તાનમાં ખૈબર પખ્તુનખ્વાના દિર જિલ્લામાં મોહલ્લા કાલસુ પોસ્ટમાં રહેતો હતો. જો કે, તેણી તેની વૈવાહિક સ્થિતિનો પુરાવો આપી શકી નથી.

સૂત્રના જણાવ્યા મુજબ, તેણી પાસે તેના લગ્ન સંબંધિત કોઈ દસ્તાવેજો નહોતા. તેના પાર્ટનર નસરુલ્લા વિશે વાત કરતાં તેણે જણાવ્યું કે તે દવાના વ્યવસાય સાથે સંકળાયેલો છે.

જાણવા મળે છે કે આ વર્ષે જુલાઈ મહિનામાં અંજુ વિઝા લઈને પાકિસ્તાન ગઈ હતી. ત્યાં જ તેણીએ નસરુલ્લા સાથે લગ્ન કર્યા હતા. નિકાહની તસવીરો અને વીડિયો સામે આવ્યા હતા. પાકિસ્તાન ગયા પછી અંજુએ પણ ઈસ્લામ ધર્મ અંગીકાર કર્યો હતો અને પોતાનું નામ બદલીને ફાતિમા રાખ્યું હતું.

અંજુ પહેલેથી જ પરિણીત હતી. તેણીના લગ્ન ભારતમાં અરવિંદ નામના વ્યક્તિ સાથે થયા હતા. તેને બે બાળકો પણ છે. પરંતુ અહીં તે તેના બાળકો અને પતિને છોડીને માન્ય કાગળો સાથે પાકિસ્તાન ગઈ હતી. હવે તે લગભગ 6 મહિના પછી પરત આવી છે.

અઠવાડિયા પછી, પાકિસ્તાનમાં તેના ભાગીદાર, નસરુલ્લાએ તેના માનસિક સ્વાસ્થ્ય માટે ચિંતા વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે અંજુ માત્ર બાળકો માટે જ ભારત જઈ રહી છે. તે બાળકોને ખૂબ મિસ કરે છે. સમાચાર એજન્સી પીટીઆઈ સાથેના ફોન ઈન્ટરવ્યુમાં , નસરુલ્લાએ કહ્યું હતું કે તેની પત્ની “માનસિક રીતે અસ્વસ્થ અને તેના બાળકોને બહુ યાદ કરે છે. 34 વર્ષની અંજુ જુલાઈથી પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં રહેતી હતી.

આ પણ વાંચો… Hair Care Tips: વાળ માટે ખૂબ ફાયદાકારક છે એલોવેરા જેલ, જાણો કેવી રીતે બનાવવું…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો