dry hair

Hair Care Tips: વાળ માટે ખૂબ ફાયદાકારક છે એલોવેરા જેલ, જાણો કેવી રીતે બનાવવું…

Hair Care Tips: વાળને ફરીથી ચમકદાર-નરમ બનાવવા માટે હેર જેલનો ઉપયોગ કરી શકાય છે

લાઈફ સ્ટાઇલ, 30 નવેમ્બરઃ Hair Care Tips: લગ્નની સિઝનમાં હેર સ્ટાઇલમાં હિટનો ઉપયોગ કરવામાં આવે છે. જેના કારણે વાળને ઘણું નુકસાન થાય છે. આ સાથે વાળ પણ હવામાનને કારણે ખૂબ જ ડ્રાય થઈ જાય છે. આવા વાળને ફરીથી ચમકદાર અને નરમ બનાવવા માટે હેર જેલનો ઉપયોગ કરી શકાય છે. આ હેર જેલ વાળની ​​ફ્રઝીનેસ તો ઓછી કરે જ છે પણ વાળની ​​શુષ્કતા પણ દૂર કરે છે અને વાળને ભેજ પણ આપે છે.

શુષ્ક વાળ માટે હેર જેલ કેવી રીતે બનાવવીઃ

એલોવેરા અને મધ

એલોવેરા અને મધમાંથી હેર જેલ બનાવવા માટે 1 કપ એલોવેરા જેલ લો અને તેમાં એક ચમચી મધ મિક્સ કરો. આ બંને વસ્તુઓને સારી રીતે મિક્સ કરો અને પછી તેને વાળમાં લગાવો.

મધ અને એલોવેરાની બનેલી આ જેલ થોડી ચીકણી છે, તેથી તમે આ જેલને હેર માસ્કની જેમ વાળમાં લગાવી શકો છો. તેને વાળમાં સારી રીતે લગાવો અને પછી ધોઈ લો. આ જેલ વાળની ​​શુષ્કતા ઘટાડે છે અને વાળને ભેજ પ્રદાન કરે છે.

એલોવેરા અને ગુલાબજળ

આ જેલ બનાવવા માટે, 4 થી 5 ચમચી ગુલાબજળ લો અને તેને એક પાત્રમાં મૂકો. એક ચમચી તાજો એલોવેરા પલ્પ લો અને તેને મિક્સ કરો અને 1 થી 2 ચમચી પાણી પણ ઉમેરો. તેમાં વિટામીન E ટેબ્લેટની જેલ ઉમેરો અને પછી તેને સારી રીતે મિક્સ કરો. આ હેર જેલને વાળમાં લગાવો. આ જેલને થોડા દિવસો સુધી સ્ટોર કરી શકાય છે.

આ પણ વાંચો… 4th Day Of Bhupendra Patel Japan Tour: જાપાનના ટોક્યોમાં ઉદ્યોગ-રોકાણકારો સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો રોડ-શો

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો