Atiq Ahmed 1

Atiq & two accused sentenced to life imprisonment: ઉમેશ પાલ અપહરણ કેસમાં અતીક સમેત ત્રણ આરોપીઓને ઉમ્રકૈદની સજા

Atiq & two accused sentenced to life imprisonment: કોર્ટે અતીક અહેમદ સહિત 3 આરોપીઓને આજીવન કેદની સજા સંભળાવી છે, જ્યારે પ્રત્યેકને 1 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે.

નવી દિલ્હી, 28 માર્ચ: Atiq & two accused sentenced to life imprisonment: ઉમેશ પાલ અપહરણ કેસમાં પ્રયાગરાજની સાંસદ-ધારાસભ્ય કોર્ટે મોટો ચુકાદો આપ્યો છે. હકીકતમાં, કોર્ટે બાહુબલી અતીક અહેમદ સહિત ત્રણ આરોપીઓને દોષિત ઠેરવ્યા અને તેમને આજીવન કેદની સજા સંભળાવી. આ સાથે તેમના પર 1-1 લાખ રૂપિયાનો દંડ પણ લગાવવામાં આવ્યો છે. નોંધનીય છે કે આ અપહરણ કેસમાં અતીક ઉપરાંત હનીફ અને દિનેશ પાસીને પણ દોષી ઠેરવવામાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ ઉમેશ પાલ અપહરણ કેસમાં અતીક અહેમદ, દિનેશ પાસી ખાન અને શૌલત હનીફને કલમ 364A, 34, 120, 341, 342, 504, 506 હેઠળ દોષી ઠેરવવામાં આવ્યા છે. બીજી તરફ અતીકના ભાઈ અશરફ સહિત સાત આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે.

શું છે 17 વર્ષ જૂનો કેસ

જણાવી દઈએ કે 25 જાન્યુઆરી 2005ના રોજ બસપાના ધારાસભ્ય રાજુ પાલની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં અતીક અહેમદ, તેના ભાઈ અશરફ સહિત 5 આરોપીના નામ હતા. સાથે જ ચાર અજાણ્યા લોકોને આરોપી બનાવવામાં આવ્યા હતા. આ કેસમાં રાજુ પાલના સંબંધી ઉમેશ પાલ મુખ્ય સાક્ષી હતા.

ઉમેશનું 28 ફેબ્રુઆરી 2006ના રોજ અપહરણ કરવામાં આવ્યું હતું. અતીક અહેમદ અને તેના સહયોગીઓ સામે આરોપ લગાવવામાં આવ્યો હતો. ઉમેશ દ્વારા એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે અતીકે તેની પર હુમલો કર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

ઉમેશના કહેવા પ્રમાણે, 28 ફેબ્રુઆરી, 2006ના રોજ જ્યારે તેણે આતિકના દબાણ સામે ઝૂકી જવાની ના પાડી ત્યારે તેનું બંદૂકની અણી પર અપહરણ કરવામાં આવ્યું હતું. એક વર્ષ પછી, ઉમેશની ફરિયાદ પર, પોલીસે 5 જુલાઈ, 2007ના રોજ અતીક, તેના ભાઈ અશરફ અને ચાર અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ FIR નોંધી.

આ પણ વાંચો: Hearing in umesh pal kidnapping case: 17 વર્ષ પછી મળ્યો ન્યાય, ઉમેશ પાલ અપહરણ કેસમાં અતીક સમેત ત્રણ દોષી જાહેર

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો