Ayodhya Ram Mandir

Ayodhya Terror Alert: અયોધ્યાને મળી બોમ્બ બ્લાસ્ટની ધમકી- વાંચો વિગત

Ayodhya Terror Alert: પોલીસના એકસ્ટ્રા સીઆરપીએફના જવાન અને એટીસનો કાફલો સંપૂર્ણ રીતે સક્રિય થઈ ગયો છે

અયોધ્યા, 03 ડિસેમ્બરઃ Ayodhya Terror Alert: સુરક્ષાની દ્રષ્ટિથી અતિસંવેદનશીલ રામનગરીને બોમ્બથી ઉડાવવાની ધમકી આપવામાં આવી છે. તેની ભાળ મળતા જ સુરક્ષા એજંસીઓ અને સરકારના કાફલામાં હાહાકાર મચી ગયો છે. ત્યારબાદ અયોધ્યાના બધા પ્રવેશ દ્વાર, હોટલ અને ધર્મશાલાઓ અને મુખ્ય મંદિરોની(Ayodhya Terror Alert) સુરક્ષા વધારવામાં આવી છે. પોલીસના એકસ્ટ્રા સીઆરપીએફના જવાન અને એટીસનો કાફલો સંપૂર્ણ રીતે સક્રિય થઈ ગયો છે.

સૂત્ર તરફથી મળતી માહિતી મુજબ રામ નગરીમાં આતંકી હુમલાના ઈનપુટ મળ્યા બાદ બધા પ્રવેશ માર્ગો પર સુરક્ષા ચુસ્ત કરવામાં આવી છે. શહેરના બધા પ્રવેશ માર્ગો પર સઘન ચેકિંગ અભિયાન ચાલી રહ્યુ છે. સાથે જ સંવેદનશીલ મંદિરો પર સુરક્ષા વધારી દીધી છે
આખા શહેરમાં સીઆરપીએફ અને એટીએસ કાફલાને સક્રિય રાખવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ Half year old girl die: હોટલના ચોથા માળેથી દોઢ વર્ષની બાળકી નીચે પટકાતા મોત, માતા મોબાઇલમાં વ્યસ્ત હોવાનું હોટલ સ્ટાફે જણાવ્યું- વાંચો વિગત

ઉલ્લેખનીય છે કે શ્રી રામ જન્મભૂમિ પર રામ મંદિર(Ayodhya Terror Alert)નું નિર્માણ ચાલી રહ્યું છે. આવી સ્થિતિમાં રામ નગરીની સુરક્ષા માટે પહેલાથી જ કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. દરમિયાન શહેરમાં આતંકવાદી હુમલાની ઈનપુટ મળતાં વહીવટી કર્મચારીઓમાં દોડધામ મચી ગઈ છે. તે જ સમયે, અયોધ્યાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીની મોટી માહિતી મળ્યા બાદ સુરક્ષા એજન્સીઓએ મામલાની તપાસ શરૂ કરી દીધી છે. અયોધ્યામાં આતંકવાદી હુમલાની ધમકી આપનાર યુવક ગુજરાતના અમદાવાદનો હોવાનું કહેવાય છે.

Whatsapp Join Banner Guj