Unique school visit compaign image

Unique School Visit Campaign: ટોક્યો ઓલ્મ્પિક્સ વિજેતાઓનુ “યુનિક સ્કુલ વિઝીટ કેમ્પેઇન”

Unique School Visit Campaign: ટોક્યો ઓલ્મ્પિક્સ ભાલા ફેંક રમતના ગોલ્ડ મેડલ વિજેતા નીરજ ચોપરા ૪ થી ડિસેમ્બરે અમદાવાદની સંસ્કારધામ સ્કુલથી “યુનિક શાળા મુલાકાત મિશન”નો પ્રારંભ કરાવશે

  • કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી અનુરાગ સિંહ ઠાકુરે ટ્વિટર પર આ અભિયાનની જાહેરાત કરી હતી
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની નવતર પહેલનો ભાગ બનીને હું અત્યંત ઉત્સાહિત છું : નીરજ ચોપરા

Unique School Visit Campaign: આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા દેશભરમાં વિવિધ અભિયાન અને નવતર પહેલ હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે તાજેતરમાં જ વડાપ્રધાન એ ટોકિયો ઓલ્મિપક્સ અને પેરાઓલ્મ્પિક્સના વિજેતાઓને યુનિક શાળા મુલાકાત મિશન અંતર્ગત ભારતના ભાવિ ચેમ્પિયન્સને સશક્ત બનાવવા માટે સંતુલિતાહાર (સંતુલિત આહાર), તંદુરસ્તી અને રમતગમતના ખૂબ જ મહત્વપૂર્ણ વિષયો પર શાળાના બાળકો સાથે વાતચીત કરવાના આહવાન કર્યું છે.

Sanskardham Ahmedabad Unique School Visit Campaign

આ અભિયાનના ભાગરૂપે ટોક્યો ઓલમ્પિકમાં જેવલિન થ્રો રમતમાં ગોલ્ડ વિજેતા નીરજ ચોપરા 4 ડિસેમ્બરે અમદાવાદના ધુમા સ્થિત સંસ્કારધામ સ્કૂલની મુલાકાત લેશે. વડાપ્રધાન ના યુનિક શાળા મુલાકાત મિશનનો અમદાવાદ થી શુભારંભ કરાવશે. નીરજ ચોપરા સંસ્કારધામ સ્કુલના બાળકો સાથે સંતુલિત ભોજન લઇ ફિટનેસ અને રમતો પ્રત્યે જાગરૂકતા ફેલાવશે.

અમદાવાદ શહેરમાં ધુમા સ્થિત સંસ્કાર ધામ શાળા એ રમત ગમત ક્ષેત્રની પ્રવૃતિઓમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ફલક પર શ્રેષ્ઠ પ્રદર્શન કરીને કિર્તીમાન સ્થાપિત કર્યા છે.આ તમામ ઉપલ્બિધઓને ધ્યાને લઇને જ સંસ્કારધામ સ્કુલની “યુનિક સ્કુલ વિઝીટ કેમ્પેઇન” માં અગ્રિમતા આપવામાં આવી છે.

વડાપ્રધાન એ 16 ઓગસ્ટે પોતાના આવાસ પર ટોક્યો ઓલમ્પિયન સાથે મુલાકાત દરમિયાન ભારતીય ઓલમ્પિક અને પેરાઓલમ્પિકને 2023માં સ્વંતંત્રતા દિવસ પહેલા 75 શાળાઓની મુલાકાત કરી કુપોષણ વિરૂદ્ધ જાગરૂકતા ફેલાવવા અને શાળાઓના બાળકો સાથે રમવા માટે આહવાન કર્યું હતુ જેના ભાગરૂપે જ આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો…Half year old girl die: હોટલના ચોથા માળેથી દોઢ વર્ષની બાળકી નીચે પટકાતા મોત, માતા મોબાઇલમાં વ્યસ્ત હોવાનું હોટલ સ્ટાફે જણાવ્યું- વાંચો વિગત

Whatsapp Join Banner Guj

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *