heavy rain

Unseasonal rain in Gujarat: જામનગર, કચ્છ-સૌરાષ્ટ્ર, દ્વારકા સહિતના જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ- જુઓ વીડિયો

Unseasonal rain in Gujarat: કમોસમી વરસાદને પાકને નુકસાન થવાનો ભય છે.

અમદાવાદ, 02 માર્ચઃ Unseasonal rain in Gujarat: ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે અને હવામાન વિભાગે આપેલી આગાહી મુજબ ઘણા વિસ્તારમાં વરસાદ વરસ્યો છે ત્યારે હવે જામનગર અને રાજકોટ અને દ્વારકા જિલ્લામાં પણ કમોસમી વરસાદ શરુ થયો છે.

આ પણ વાંચોઃ Azam Cheema Died in Pakistan : 26/11 ના મુખ્ય ષડયંત્રકારોમાં સામેલ આતંકવાદી આઝમ ચીમાનું પાકિસ્તાનમાં મોત, વાંચો વિગત

આ ઉપરાંત કચ્છ,  મહેસાણા, બનાસકાંઠામાં પણ કમોસમી વરસાદ વરસ્યો છે. કમોસમી વરસાદને પાકને નુકસાન થવાનો ભય છે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં હવામાન વિભાગની આગાહી મુજબ સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ શરૂ થયો છે. આજે વહેલી સવારથી જ સૌરાષ્ટ્રના જામનગર, રાજકોટ, દ્વારકામાં વરસાદ શરુ થયો છે જ્યારે કચ્છના અજારમાં સૌથી વધુ દોઢ ઈંચ વરસાદ ખાબક્યો છે. આ સિવાય ભૂજ, મુંદ્રા અને ગાંધીધામમાં પણ ઝાપટું પડ્યું છે તો મહેસાણાના મંડાલી સહિતના વિસ્તારોમાં માવઠું થયું છે.

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો