BCCI

BCCI એન્યુઅલ કોન્ટ્રાક્ટમાં જાડેજાનું નસીબ ચમક્યું, કોને કરાયું બહાર વાંચો વિગત

BCCI: કોન્ટ્રાક્ટમાં ઈશાન કિશન અને શ્રેયસ અય્યરને મોટો ફટકો પડ્યો છે

સ્પોર્ટ્સ ડેસ્ક, 29 ફેબ્રુઆરીઃ BCCI એન્યુઅલ કોન્ટ્રાક્ટમાં જામનગરના રવિન્દ્ર જાડેજાનું નસીબ ચમક્યું છે, એટલે કે નંબર વન પર રિટેન થયો છે. પરંતુ સૌરાષ્ટ્રના ચેતેશ્વર પુજારાને કોન્ટ્રાક્ટમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે, જે ગત વખતે B કેટેગરીમાં હતો. આ રીતે ગુજરાતી ખેલાડી અક્ષર પટેલનું ડિમોશન થયું છે, જે બીસીસીઆઈના કોન્ટ્રાક્ટમાં તો છે, પરંતુ ગત વખતે Aમાં હતો, જે આ વખતે Bમાં ગયો છે.

આ પણ વાંચો:- Gujarat Weather Forecast: આવતી કાલથી 2 દિવસ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી

BCCI Annual Contract List: કોન્ટ્રાક્ટમાં ગ્રેડ A માં 6 ખેલાડી, ગ્રેડ બીમાં 5 અને ગ્રેડ સીમાં 15 ખેલાડીઓને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. ઈશાન કિશન અને શ્રેયસ અય્યરને મોટો ફટકો પડ્યો છે. તેમને બહારનો રસ્તો દેખાડવામાં આવ્યો છે. તો બીજી તરફ આકાશ દીપ, વિજયકુમાર વિશાક, ઉમરાન મલિક, યશ દયાલ અને વિદ્વત કવેરપ્પાને ઝડપી બોલિંગ કરારમાં સામેલ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો:- Gujarat Weather Forecast: આવતી કાલથી 2 દિવસ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી

ઈશાન કિશન અને શ્રેયસ અય્યરને મોટો ફટકો પડ્યો છે. તેમને બહારનો રસ્તો દેખાડવામાં આવ્યો છે. બીસીસીઆઈએ મોટી કાર્યવાહી કરતા ઈશાન કિશન અને શ્રેયસ અય્યરને કેન્દ્રીય કરારની યાદીમાંથી હટાવી દીધા છે. સતત ચેતવણીઓ છતાં, ઈશાન કિશન અને શ્રેયસ અય્યરે રણજી ટ્રોફીની અવગણના કરી. હવે બંને ખેલાડીઓ BCCIની સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ લિસ્ટનો ભાગ નથી.

ઉલ્લેખનીય છે કે, BCCI કોન્ટ્રાક્ટ લિસ્ટમાં 4 કેટેગરી છે. A+ શ્રેણીને રૂ. 7 કરોડ, Aને રૂ. 5, Bને રૂ. 3 અને સૌથી ઓછી C શ્રેણીને વાર્ષિક રૂ. 1 કરોડ મળે છે. આ તમામ કેટેગરીમાં ખેલાડીઓને સામેલ કરવાના કેટલાક નિયમો છે. A+ માં એવા ખેલાડીઓનો સમાવેશ થાય છે જેઓ ત્રણેય ફોર્મેટમાં રમે છે (ટેસ્ટ, ODI અને T20).

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો