Rain Weather Update gujarat

Gujarat Weather Forecast: આવતી કાલથી 2 દિવસ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી

અમદાવાદ, 29 ફેબ્રુઆરીઃ Gujarat Weather Forecast: આવતી કાલથી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. આ કારણે કેરીનો પાક લેતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. છેલ્લા કેટલાક દિવસથી વાદળછાયું વાતાવરણ રહેતા પાક પર અસરની ભીતિ છે. તો જીરુંનો પાક લેતા ખેડૂતોને પાક પર વિપરીત અસરનો ડર છે.

2 Child Norm For Government Jobs: હવે 2થી વધુ બાળકો હશે તો નહીં મળે આ રાજ્યમાં સરકારી નોકરી, સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો

હવામાન નિષ્ણાત અનુસાર, ગુજરાતમાં પવનના તોફાનો, વંટોળ, દરિયા કિનારેના પવન, કમોસમી વરસાદની આગાહી કરી છે. 1 માર્ચના રોજ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદની આવી પડશે. ગુજરાતમાં સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, દાહોદ, મહીસાગર, પાટણમાં વરસાદની આગાહી છે. તેમજ સૌરાષ્ટ્રમાં કચ્છ, દેવભૂમિ દ્વારકા અને ગીર સોમનાથમાં હળવા વરસાદની આગાહી છે.

ઉલ્લેખનીય છે કે, આગામી માર્ચ મહિનામાં (Gujarat Weather Forecast) ગુજરાતમાં વરસાદની આગાહી છે. 1 થી 5 માર્ચે પવનના યોગ સર્જાતા, ભારે પવન સાથે કમોસમી વરસાદની શક્યતા છે. કચ્છ, ઉત્તર સૌરાષ્ટ્ર, સુરેન્દ્રનગર, અમદાવાદ, બનાસકાંઠા જેવા વિસ્તારોના હવામાનમાં મોટા ફેરફાર જણાશે. આ દિવસોમાં પવનનું જોર પણ રહેશે.

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો