cancel train 2

Big Alert for Passengers: 29 ફેબ્રુઆરીના આ તમામ ટ્રેનો સંપૂર્ણપણે રદ કરવામાં આવી

Big Alert for Passengers: અમદાવાદ-વિરમગામ સેક્શનના ગોરાઘુમા સ્ટેશન પર એન્જિનિયરિંગના કામને કારણે કેટલીક ટ્રેનોને અસર થશે

અમદાવાદ, 28 ફેબ્રુઆરી: Big Alert for Passengers: પશ્ચિમ રેલવેના અમદાવાદ-વિરમગામ સેક્શનના ગોરાઘુમા સ્ટેશન પર ડીએફસીસીઆઈએલ લાઈનથી કનેક્ટિવિટીને લઈને એન્જિનિયરિંગની કામગીરીને કારણે કેટલીક ટ્રેનોને અસર થશે. જે નીચે મુજબ છે:

29 ફેબ્રુઆરી 2024 ના રોજ ટ્રેનો સંપૂર્ણપણે રદ કરવામાં આવી

  • ટ્રેન નંબર 22923 બાંદ્રા ટર્મિનસ – જામનગર હમસફર એક્સપ્રેસ
  • ટ્રેન નંબર 09208 ભાવનગર-બાંદ્રા ટર્મિનસ સ્પેશ્યલ
  • ટ્રેન નંબર 22952 ગાંધીધામ-બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ

01 માર્ચ 2024 ના રોજ ટ્રેનો સંપૂર્ણપણે રદ કરવામાં આવી હતી

  • ટ્રેન નંબર 22924 જામનગર-બાંદ્રા ટર્મિનસ હમસફર એક્સપ્રેસ
  • ટ્રેન નંબર 19119 અમદાવાદ-વેરાવળ ઇન્ટરસિટી એક્સપ્રેસ
  • ટ્રેન નંબર 19120 વેરાવળ-અમદાવાદ ઇન્ટરસિટી એક્સપ્રેસ
  • ટ્રેન નંબર 22959 વડોદરા-જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ
  • ટ્રેન નંબર 22960 જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ
  • ટ્રેન નંબર 09207 બાંદ્રા ટર્મિનસ – ભાવનગર સ્પેશ્યલ
  • ટ્રેન નંબર 09459 અમદાવાદ-વિરમગામ મેમુ સ્પેશિયલ
  • ટ્રેન નંબર 09460 વિરમગામ-અમદાવાદ મેમુ સ્પેશ્યલ

ટ્રેન નંબર 22951 બાંદ્રા ટર્મિનસ – ગાંધીધામ એક્સપ્રેસ ડાયવર્ટ કરેલા રૂટ પર ચાલતી ટ્રેનો

આ પણ વાંચો:- Canceled train Update: રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનો રદ્દ

  • 01 માર્ચ, 2024 ના રોજ, ભુજથી ચાલતી ટ્રેન નંબર 14312 તેના નિર્ધારિત રૂટ વિરમગામ-ચાંદલોડિયા-મહેસાણાને બદલે આંશિક રીતે બદલાયેલ રૂટ વિરમગામ-કટોસણ રોડ-મહેસાણા દ્વારા દોડશે. ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડવાને કારણે આ ટ્રેન ચાંદલોડિયા સ્ટેશને નહીં જાય.

ટ્રેનોના સ્ટોપેજ, સમય અને રચના સંબંધિત વિસ્તૃત માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in મુલાકાત લઈ શકે છે.

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો