Big News For Manipur 1

Big News For Manipur: મણિપુરમાં હવે રોકાશે હિંસાઓ, સૌથી જૂના બળવાખોર જૂથ એ શસ્ત્રો મૂક્યા

Big News For Manipur: યુનાઈટેડ નેશનલ લિબરેશન ફ્રન્ટએ કાયમી શાંતિ કરાર પર હસ્તાક્ષર કર્યા

નવી દિલ્હી, 29 નવેમ્બરઃ Big News For Manipur: મણિપુર હિંસા બાદ રાજ્ય અને કેન્દ્ર સરકાર રાજ્યમાં શાંતિ સ્થાપવા માટે ઘણા પ્રયાસો કરી રહી હતી. બુધવારે આ દિશામાં મોટી સફળતા મળી હતી. મણિપુરના સૌથી જૂના બળવાખોર જૂથે કાયમી શાંતિ કરાર માટે મંજૂરી આપી દીધી છે. સરકાર આ જૂથ સાથે ઘણા દિવસોથી વાત કરી રહી હતી.

Big News For Manipur

યુનાઈટેડ નેશનલ લિબરેશન ફ્રન્ટએ બુધવારે કાયમી શાંતિ કરાર પર હસ્તાક્ષર કર્યા છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરીને આ માહિતી આપી હતી. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે આજે કહ્યું કે, મણિપુરમાં સૌથી જૂનું સશસ્ત્ર જૂથ UNLF હિંસા છોડીને મુખ્ય પ્રવાહમાં જોડાવા માટે સંમત થયું છે. તેમણે કહ્યું કે UNLFએ શાંતિ કરાર પર હસ્તાક્ષર કર્યા છે. 

સાથે ગૃહમંત્રી શાહે પોતાના એક્સ હેન્ડલ પર કેટલીક તસવીરો શેર કરી અને કહ્યું, એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે! યુનાઈટેડ નેશનલ લિબરેશન ફ્રન્ટએ આજે ​​નવી દિલ્હીમાં શાંતિ સમજૂતી પર હસ્તાક્ષર કર્યા હોવાથી પૂર્વોત્તરમાં કાયમી શાંતિ સ્થાપવાના મોદી સરકારના અથાક પ્રયાસોમાં એક નવો અધ્યાય ઉમેરાયો છે.

UNLF મુખ્ય પ્રવાહમાં જોડાવા માટે સંમતઃ ગૃહ પ્રધાન અમિત શાહ

ગૃહમંત્રીએ કહ્યું, મણિપુરનું સૌથી જૂનું ખીણ સ્થિત સશસ્ત્ર જૂથ, UNLF, હિંસા છોડીને મુખ્ય પ્રવાહમાં જોડાવા માટે સંમત થયું છે. હું તેમનું લોકતાંત્રિક પ્રક્રિયાઓમાં સ્વાગત કરું છું અને શાંતિ અને પ્રગતિના માર્ગ પર તેમની સફરમાં શુભેચ્છા પાઠવું છું.

‘એક ઐતિહાસિક સિદ્ધિ’

અન્ય પોસ્ટમાં ગૃહ પ્રધાને કહ્યું, ભારત સરકાર અને મણિપુર સરકાર દ્વારા આજે UNLF સાથે થયેલ શાંતિ કરાર છ દાયકા લાંબી સશસ્ત્ર ચળવળનો અંત દર્શાવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સર્વસમાવેશક વિકાસના વિઝનને સાકાર કરવા અને ઉત્તર-પૂર્વ ભારતના યુવાનોને વધુ સારું ભવિષ્ય પ્રદાન કરવાની દિશામાં આ એક ઐતિહાસિક સિદ્ધિ છે.

આ પણ વાંચો… Modi Cabinet Extends PMGKAY Scheme: મોદી સરકારની ગરીબોને મોટી ભેટ, મફત અનાજ યોજના આટલા વર્ષ માટે લંબાવવામાં આવી

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો