Ram Swaroop Sharma

BJP leaders death: એક જ દિવસમાં ભાજપના બે નેતાઓનું નિધન એકએ કરી આત્મહત્યા તો એક બન્યા કોરોનાના શિકાર- વાંચો સંપૂર્ણ અહેવાલ

BJP leaders death

નવી દિલ્હી, 17 માર્ચઃ ભારતીય જનતા પાર્ટી માટે આજે ખરાબ સમાચાર આવ્યાં છે. ભાજપના બે સાસંદ અવસાન(BJP leaders death) પામ્યા છે. હિમાચલ પ્રદેશના સાંસદ રામસ્વરુપ શર્માએ પોતાના નિવાસ સ્થાને આત્મહત્યા કરી તો બીજી તરફ પૂર્વ સાંસદ દિલીપ ગાંધીનું કોરોનાના કારણે નિધન થયું છે.

હિમાચલ પ્રદેશના મંડીથી ભારતીય જનતા પાર્ટીના સાંસદ રામસ્વરૂપ શર્માનું શંકાસ્પદ મોત થયું છે. દિલ્હી સ્થિત તેમના નિવાસે તેમનું મોત થયું છે. તેમણે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાના પ્રાથમિક અહેવાલો મળ્યા છે. રામસ્વરૂપ શર્માના નિધન બાદ પાર્ટીએ આજે થનાર ભાજપ સંસદીય દળની બેઠક રદ્દ કરી દેવામાં આવી છે. દિલ્હી સ્થિત આરએમએલ હોસ્પિટલ પાસે જ એક ફ્લેટમાં હિમાચલ પ્રદેશના મંડીથી ભાજપના સાંસદ રામસ્વરૂપ શર્માનું છે. તેમના આ ઘરેથી જ તેમનો મૃતદેહ મળી આવ્યો છે. જોકે, તેમના આપઘાતનું કારણ હજુ જાણવા મળ્યું નથી.

ADVT Dental Titanium

દિલ્હી પોલીસના જણાવ્યા મુજબ, સવારે લગભગ 8.30 વાગે તેમને જાણકારી મળી હતી કે આરએમએલ હોસ્પિટલ પાસે ગોમતી એપાર્ટમેન્ટ (એમપી ફ્લેટ)માં ભાજપ સાંસદે આત્મહત્યા કરી લીધી છે. જયારે સ્થળ પર અધિકારીઓ પહોંચ્યા તો સાંસદનો મૃતદેહ પંખે લટકતો મળી આવ્યો હતો. આત્મહત્યાનું કારણ અકબંધ છે. પોલીસ સમગ્ર મામલે તપાસમાં લાગી ગઈ છે.

દિલ્હી પોલીસને ભાજપ સાંસદ રામસ્વરૂપ શર્માના સ્ટાફે જણાવ્યું કે આજે સવારે જયારે તેઓ તેમનો રૂમ ખોલવા ગયા તો રૂમ અંદરથી બંધ હતો. વારંવાર બૂમો પાડવા છતાં તેમણે દરવાજો ન ખોલતા આખરે પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસના આવ્યા બાદ દરવાજો તોડવામાં આવ્યો. આ દરમ્યાન સાંસદનો મૃતદેહ પંખે લટકતો રહ્યો. ઘટના સ્થળે અનેક પોલીસ અધિકારીઓ પણ પહોંચી ગયા છે.

બીજી તરફ પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપના નેતા દિલીપ ગાંધીનું પણ નિધન થયું છે. તેઓ થોડા સમય પહેલા કોરોના સંક્રમિત થયા હતા. ત્યારબાદ તેમને દિલ્હીની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. દિલીપ ગાંધી 69 વર્ષના હતા, વેચો અહમદનગર લોકસભા મતવિસ્તારના સાંસદ રહી ચુક્યા હતા. તેમણે આજે એટલે કે બુધવારે દિલ્હીની ખાનગી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા.

Whatsapp Join Banner Guj

ઉલ્લેખનીય છે કે, ભાજપે સાંસદ રામસ્વરૂપ શર્માના નિધનને કારણે આજે થનારી પક્ષની સંસદીય દળની બેઠક પણ રદ્દ કરી દીધી છે.

આ પણ વાંચો…

BJPના નેતાઓ પર રાહુલ ગાંધીનો વધુ એક આરોપ, કહ્યું- પાર્ટીના નેતાઓને મનની વાત બોલવાની પણ આઝાદી નથી..!