Budget tab 2021

Budget 2022: જાણો કેટલા વાગે શરૂ થશે બજેટ સ્પીચ, મિનિટ-ટુ-મિનિટ શિડ્યુઅલ

Budget 2022: નાણા મંત્રીની રાષ્ટ્રપતિ સાથેની મુલાકાત બાદ કેબિનેટની બેઠક યોજાશે

નવી દિલ્હી, 01 ફેબ્રુઆરીઃ Budget 2022: નાણા મંત્રી નિર્મલા સીતારામણ 01 ફેબ્રુઆરી, 2022ના રોજ એટલે કે આજે પોતાનું ચોથું બજેટ (Union Budget 2022) રજૂ કરશે. આના પહેલા સોમવારે તેમણે ફાઈનાન્સિયલ યર 2021-22નો આર્થિક સર્વે રજૂ કર્યો હતો. ઈકોનોમિક સર્વેમાં એવું અનુમાન લગાવવામાં આવ્યું છે કે, આગામી ફાઈનાન્સિયલ યરમાં દેશનો વિકાસ દર (Economic Growth) 8-8.5 ટકા રહેશે. ત્યારે હવે સૌની નજર ફાઈનાન્સિયલ યર 2022-23ના કેન્દ્રીય બજેટ (Union Budget) પર ચોંટી છે. 

રાષ્ટ્રપતિને મળ્યા નાણા મંત્રી

આજે એટલે કે, મંગળવારે સૌથી પહેલા નાણા મંત્રી નિર્મલા સીતારામણ, રાજ્ય નાણા મંત્રી પંકજ ચૌધરી અને ભગવત કિશનરાવ કરાડ નોર્થ બ્લોક જશે. ત્યાર બાદ નાણા મંત્રી, બંને રાજ્ય મંત્રી અને ફાઈનાન્સ મિનિસ્ટ્રીના સીનિયર અધિકારી રાષ્ટ્રપતિ ભવન જશે. 

આ પણ વાંચોઃ Money is not everything: પૈસાની માયા..

10:10 કલાકે કેબિનેટની મીટિંગ

નાણા મંત્રીની રાષ્ટ્રપતિ સાથેની મુલાકાત બાદ કેબિનેટની બેઠક યોજાશે. પ્રાપ્ત વિગતો પ્રમાણે મંગળવારે આશરે 10:10 કલાકે કેબિનેટની બેઠક યોજાશે. આ બેઠકમાં કેબિનેટ બજેટને પોતાની સ્વીકૃતિ આપશે. આ એક પહેલાથી ચાલી આવતી પરંપરા છે. 

11:00 વાગ્યે શરૂ થશે બજેટ સ્પીચ

નાણા મંત્રી નિર્મલા સીતારામણ 11:00 વાગ્યે પોતાની બજેટ સ્પીચ વાંચવાનું શરૂ કરશે. સામાન્ય રીતે બજેટ સ્પીચ 90થી 120 મિનિટની હોય છે. જોકે, નાણા મંત્રી નિર્મલા સીતારામણના નામે સૌથી લાંબી બજેટ સ્પીચ આપવાનો રેકોર્ડ છે. 

03:45 કલાકે નેશનલ મીડિયા સેન્ટર ખાતે બજેટ પછીની પ્રેસ કોન્ફરન્સ યોજાશે. ત્યાર બાદ નાણા મંત્રી સાંજે 5:00 વાગ્યાથી 5:45 વાગ્યા દરમિયાન સંસદ ટીવી અને DD પર બજેટ પછી ઈન્ટરવ્યુ આપશે. 

Gujarati banner 01