PM Modi Shanti niketan speech

Budget session: ખેડૂત આંદોલન વિશે વાત કરતા વડાપ્રધાને કહ્યું ખેડૂતો અને મારા વચ્ચે માત્ર એક ફોનનો જ અંતર છે..!

નવી દિલ્હી, 30 જાન્યુઆરીઃ સંસદના બજેટ સત્ર(Budget session)ને લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi)ની અધ્યક્ષતામાં શનિવારે સર્વપક્ષીય બેઠક મળી. આ બેઠકમાં કોંગ્રેસ(congress)ના નેતા ગુલામ નબી આઝાદ, ટીએમસીના સાંસદ સુદીપ બંદોપાધ્યાય, શિવસેનાના સાંસદ વિનાયક રાઉત અને અકાલી દળના નેતા બલવિંદર સિંહએ ખેડૂત આંદોલન(Kisan andolan) મુદ્દે પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. તો બીજી તરફ બેઠકમાં જેડીયૂનું પ્રતિનિધિત્વ કરનારા રાજ્યસભાના સાંસદ આરસીપી સિંહે કૃષિ કાયદાનું સમર્થન કર્યું હતુ.

વીડિયો કોન્ફ્રેન્સિંગના માધ્યમથી યોજાયેલી આ બેઠકમાં પીએમ મોદી(PM Modi)એ અમેરિકામાં મહાત્મા ગાંધીની પ્રતિમા ખંડિત કરવાની ઘટના પર ખેદ વ્યક્ત કર્યો. આ ઉપરાંત તેમણે ફરી દોહરાવ્યું કે 22 જાન્યુઆરીએ સરકાર તરફથી ખેડૂતોને આપવામાં આવેલો પ્રસ્તાવ હજુ પણ હયાત છે. ખેડૂત આંદોલનનું સમાધાન વાતચીત મારફત જ શોધી શકાય છે.

Whatsapp Join Banner Guj

સૂત્રો મુજબ પીએમ મોદીએ બેઠકમાં તમામ પાર્ટીના નેતાઓને કહ્યું કે ખેડૂતો અને સરકારની વચ્ચે વાતચીતનો માર્ગ હંમેશા ખુલ્લો છે. તેમણે કહ્યું કે ખેડૂતો અને મારા વચ્ચે માત્ર એક કોલનું જ અંતર છે. સરકાર તરફથી તમામ રાજકીય પક્ષોને આશ્વસ્ત કરવામાં આવ્યા કે બજેટ સત્ર (Budget session)દરમિયાન સરકાર કૃષિ કાયદા સહિત તમામ મુદ્દે ચર્ચા કરવા માટે તૈયાર છે. આ પહેલા બજેટ સત્ર(Budget session)ના પહેલા જ દિવસે 20 રાજકીય પક્ષોએ રાષ્ટ્રપતિના અભિભાષનો બહિષ્કાર કર્યો હતો. તેથી સરકારનો પ્રયાસ છે કે ખેડૂતોના મુદ્દે સંસદમાં કોઇ હંગામો થાય જ નહીં.

આ પણ વાંચો…

Gujarat Government new Guideline: 4 મહાનગરોમાં 1 ફેબ્રુઆરીથી રાત્રે 11થી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂ રહેશે સાથે લગ્નમાં 200 વ્યક્તિઓની મળી મંજૂરી