school 1605808499 edited e1647265814271

કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણયઃ CBSE ની ધોરણ 10ની પરીક્ષા(CBSE Exam) કરી કેન્સલ અને ધોરણ 12ની મોકૂફ

બોર્ડ પરીક્ષાઓને લઈને બુધવારે, 14 એપ્રિલ શિક્ષણ મંત્રાલય તેમજ સીબીએસઈ(CBSE Exam)ના અધિકારીઓની સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની બેઠક યોજાઈ હતી

નવી દિલ્હી, 14 એપ્રિલઃ સમગ્ર દેશમાં કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે, તો બીજી તરફ ધોરણ 10 અને 12 બોર્ડની પરિક્ષાને લઇને ચિંતાનો માહોલ છે. CBSE ની પરીક્ષાઓને લઈને ભારત સરકારે મોટો નિર્ણય લીધો છે.CBSE ની ધોરણ 10ની પરીક્ષા(CBSE Exam)ઓ કેન્સલ કરવામાં આવી છે. તો સાથે જ ધોરણ 12ની પરીક્ષા(CBSE Exam) મોકૂફ રાખવામાં આવી છે. બોર્ડ પરીક્ષાઓને લઈને બુધવારે, 14 એપ્રિલ શિક્ષણ મંત્રાલય તેમજ સીબીએસઈ(CBSE Exam)ના અધિકારીઓની સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની બેઠક યોજાઈ હતી. જેમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. દેશમાં કોરોના મહામારીથી પેદા થયેલી હાલની સ્થિતિઓને ધ્યાનમાં રાખીને આ જાહેરાત કરવામાં આવી છે. 

નોંધનીય છે કે, પહેલીવાર આવું થઈ રહ્યું છે કે, સીબીએસઈએ 10 ધોરણની પરીક્ષા(CBSE Exam) કેન્સલ કરી છે. હવે સવાલ એ છે કે, આવામાં સ્ટુડન્ટ્સનુ રિઝલ્ટ કેવી રીતે તૈયાર કરવામાં આવશે. પીએમ મોદીની બેઠકમાં આ વિષય પર પણ ચર્ચા થઈ હતી. ત્યારે સરકાર આ પરિણામ પર પહોંચી છે કે, તેના માટે સીબીએસઈ માપદંડ બનાવશે. તેના આધાર પર આ વર્ષે સીબીએસઈનું ધોરણ 10નું રિઝલ્ટ બનાવવામાં આવશે. 

Whatsapp Join Banner Guj

આ પણ વાંચો….

અખિલેશ યાદવ બાદ CM યોગી આદિત્યનાથ પણ આવ્યા કોરોના પોઝિટિવ(corona positive), ખુદ આપી જાણકારી

ADVT Dental Titanium