Tuvar Dal

Chana Dal price: હવે 55-60 રૂપિયા પ્રતિ કિલોમાં મળશે દાળ, સરકારે શરુ કર્યું આ કાર્યક્રમ…

Chana Dal price: પીયૂષ ગોયલે સબસિડીવાળી ચણા દાળના વેચાણ કાર્યક્રમની શરૂઆત કરી

નવી દિલ્હી, 18 જુલાઈઃ Chana Dal price: કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પીયૂષ ગોયલે ‘ભારત દાળ’ બ્રાન્ડ હેઠળ એક કિલોના પેક માટે 60 રૂપિયા પ્રતિ કિલો અને 30 કિલોના પેક માટે 55 રૂપિયા પ્રતિ કિલોના દરે સબસિડીવાળી ચણા દાળના વેચાણ કાર્યક્રમની શરૂઆત કરી છે.

દિલ્હી-NCRમાં નેશનલ એગ્રીકલ્ચરલ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશનના રિટેલ આઉટલેટ્સ આ ચણાની દાળનું વેચાણ કરે છે. સરકાર પાસે રહેલા ચણાના સ્ટોકને ચણાની દાળમાં રૂપાંતરિત કરીને ગ્રાહકોને પોષણક્ષમ ભાવે કઠોળ ઉપલબ્ધ કરાવવાની દિશામાં કેન્દ્ર સરકાર દ્વારા ‘ભારત દાળ’ની શરૂઆત એ એક મહત્વપૂર્ણ પગલું છે.

ચણાની દાળની મિલિંગ અને પેકેજિંગ નેશનલ એગ્રીકલ્ચરલ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન દ્વારા દિલ્હી-NCRમાં તેના રિટેલ આઉટલેટ્સ અને NCCF, કેન્દ્રીય ભંડાર અને સફલના આઉટલેટ્સ દ્વારા વિતરણ કરવામાં આવે છે. આ વ્યવસ્થા હેઠળ, ચણાની દાળ રાજ્ય સરકારોને તેમની કલ્યાણકારી યોજનાઓ, પોલીસ, જેલો અને તેમની ગ્રાહક સહકારી દુકાનોમાં વિતરણ માટે ઉપલબ્ધ કરાવવામાં આવે છે.

ચણાની દાળ એ ભારતમાં સૌથી વધુ ઉત્પાદિત કઠોળ છે

ચણાની દાળ એ ભારતમાં સૌથી વધુ ઉત્પાદિત કઠોળ છે અને તેનો ઉપયોગ સમગ્ર ભારતમાં અનેક સ્વરૂપોમાં થાય છે. આખા ચણાને પલાળીને ઉકાળીને સલાડ બનાવવામાં આવે છે અને શેકેલા ચણાને નાસ્તા તરીકે પીરસવામાં આવે છે.

તળેલી ચણાની દાળનો ઉપયોગ કરી અને સૂપમાં અરહર દાળના વિકલ્પ તરીકે પણ કરી શકાય છે. ચણા બેસન નાસ્તા અને મીઠાઈઓ માટે મુખ્ય ઘટક છે.

આ પણ વાંચો… Panipuri Selling Ban on this City: ગુજરાતના આ શહેરમાં પાણીપુરી વેચવા પર પ્રતિબંધ, વાંચો શું છે કારણ…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો