Panipuri

Panipuri Selling Ban on this City: ગુજરાતના આ શહેરમાં પાણીપુરી વેચવા પર પ્રતિબંધ, વાંચો શું છે કારણ…

  • રોગચાળો ફેલાતાં મ્યુનિસિપલ કમિશ્નરની સૂચનાથી લેવાયો નિર્ણય

Panipuri Selling Ban on this City: વડોદરા શહેરમાં આગામી 10 દિવસ સુધી પાણીપુરી વેચવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો

વડોદરા, 18 જુલાઈઃ Panipuri Selling Ban on this City: ચોમાસામાં પાણીજન્ય રોગચાળો ફેલાતાં વડોદરામાં કોર્પોરેશનના આરોગ્ય વિભાગે મોટો નિર્ણય લીધો છે. આ નિર્ણય અંતર્ગત શહેરભરમાં આગામી 10 દિવસ સુધી પાણીપુરી વેચવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પાલિકા તંત્ર દ્વારા શહેરના પાણીપુરી વેચનારા લોકોને સૂચના આપી છે અને જો કોઈ પણ પાણીપુરી વેચશે તો કોર્પોરેશન તેને બંધ કરાવશે.

કોર્પોરેશન દ્વારા લેવાયેલો આ નિર્ણય જે પણ લોકો પાણી પૂરી વેચે છે તે તમામને લાગુ પડશે. જેમાં દુકાનો મોલ, મલ્ટીપ્લેક્સ, લારી અને રેકડીવાળાઓનો સમાવેશ થાય છે. વડોદરા કોર્પોરેશન દ્વારા શહેરમાં પાણીજન્ય રોગ વધતા પાણીપૂરી બનાવતા લોકોને ત્યાં તપાસ હાથ ધરી હતી.

આ તપાસમાં સડેલા બટાકા, ચણા અને પાણી સહિતનો અખાદ્ય જથ્થો મળી આવ્યો હતો. જે પૈકી 200 કિલો જથ્થાનો નાસ કરવામાં આવ્યો હતો. પાણીજન્ય રોગચાળો વકરતાં કોર્પોરેશને આ નિર્ણય કર્યો છે. વડોદરામાં અંદાજીત દોઢથી બે હજાર લોકો આ ધંધા સાથે સંકળાયેલા છે.

પાણીપૂરી વેચવા મામલે પાલિકાના ડેપ્યુટી મ્યુનિ. કમિશનર અર્પિત સાગરનું નિવેદન સામે આવ્યું છે. જેમાં તેમને જણાવ્યું હતું કે, શહેરમાં પાણીજન્ય રોગચાળો વધતા મ્યુનિ. કમિશનરની સૂચના મુજબ નિર્ણય લેવાયો છે.

વડોદરા શહેરમાં 10થી 15 દિવસ સુધી પાણીપુરીનું વેચાણ નહિ કરી શકાય. આ મામલે કોર્પોરેશનની ખોરાક શાખાની ટીમ રોજ ડ્રાઇવ કરશે, શહેરમાં પાણીજન્ય રોગચાળો કાબૂમાં આવશે તો પાલિકા ડ્રાઇવ બંધ કરી દેશે.

ફૂડ સેફ્ટી ઓફિસરોની ટીમ એ જ્યાં ચેકિંગ હાથ ધર્યું ત્યાં સ્વચ્છતાનો અભાવ જણાઈ આવ્યો હતો. બટાકાંનો માવો ખુલ્લો હતો અને તેના પર માખીઓ પણ બેઠેલી જણાઈ આવી હતી. ધંધાર્થીઓને સ્વચ્છતા જાળવવા સૂચના આપી હતી.

આ પણ વાંચો… Rain in Surat: સુરતમાં મેઘરાજાની તોફાની બેટિંગ; કેટલાક વિસ્તારોમાં ભરાયા પાણી…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો