Chandrayaan 3 2

Chandrayaan-3 Landing time: ચંદ્રયાન-3નું લેન્ડર આવતીકાલે ચંદ્ર પર ઉતરશે, જાણો સમય…

  • ચંદ્રયાનનું બીજું અને અંતિમ ડિબૂસ્ટિંગ ઓપરેશન રવિવારે રાત્રે 1.50 વાગ્યે પૂર્ણ થયું હતું

Chandrayaan-3 Landing time: ચંદ્રયાન-3ના લેન્ડરના સોફ્ટ લેન્ડિંગમાં 15થી 17 મિનિટનો સમય લાગશે

નવી દિલ્હી, 22 ઓગસ્ટઃ Chandrayaan-3 Landing time: ભારતનું ચંદ્ર મિશન એટલે કે ચંદ્રયાન-3નું લેન્ડર 23 ઓગસ્ટે તેના નિર્ધારિત સમયે સાંજે 6:04 વાગ્યે ચંદ્ર પર ઉતરશે. આજે (22 ઓગસ્ટ) મિશન વિશે માહિતી આપતા ઈસરોએ કહ્યું કે, તમામ સિસ્ટમની સમયાંતરે તપાસ કરવામાં આવે છે. આ બધા યોગ્ય રીતે કામ કરી રહ્યા છે.

આ સાથે ISROએ ચંદ્રની નવી તસવીરો શેર કરી છે, જેને ચંદ્રયાન-3 દ્વારા ક્લિક કરવામાં આવી હતી. ચંદ્રયાને 70 કિમી દૂરથી લેન્ડર પોઝિશન ડિટેક્શન કેમેરાની મદદથી આ તસવીરો કેપ્ચર કરી છે. ચંદ્રયાન-3 હાલમાં ચંદ્ર પર ઉતરાણ માટે ચોક્કસ સ્થળ શોધી રહ્યું છે. તેને 25KMની ઊંચાઈથી લેન્ડ કરવામાં આવશે.

ઉતરાણની છેલ્લી 15 મિનિટ સૌથી અઘરી હશે

ચંદ્રયાન-3ના લેન્ડરના સોફ્ટ લેન્ડિંગમાં 15થી 17 મિનિટનો સમય લાગશે. આ સમયગાળો ’15 મિનિટ ઓફ ટેરર’ કહેવાય છે. જો ભારતનું ચંદ્રયાન-3 મિશન સફળ થશે તો તે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરનાર પ્રથમ દેશ બની જશે.

ચંદ્ર પર ઉતરાણ કરવાના બે કલાક પહેલા, લેન્ડર મોડ્યુલની સ્થિતિ અને ચંદ્ર પરની સ્થિતિના આધારે તે નક્કી કરશે કે તે સમયે ઉતરાણ કરવું યોગ્ય રહેશે કે નહીં. જો કોઈ પણ પરિબળ ચિહ્નિત ન હોય તો, 27 ઓગસ્ટે ઉતરાણ કરવામાં આવશે.

ચંદ્રયાનનું બીજું અને અંતિમ ડિબૂસ્ટિંગ ઓપરેશન રવિવારે રાત્રે 1.50 વાગ્યે પૂર્ણ થયું હતું. આ પછી, ચંદ્રથી લેન્ડરનું લઘુત્તમ અંતર 25 કિમી અને મહત્તમ અંતર 134 કિમી છે. ડીબૂસ્ટિંગમાં, અવકાશયાનની ગતિ ધીમી થઈ જાય છે.

આ પણ વાંચો… SPIPA: કલ, આજ ઔર કલ !

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો