Chief Justice of India edited scaled

જસ્ટિસ એન વી રમના બન્યા દેશના નવા Chief Justice of India, રાષ્ટ્રપતિએ અપાવી શપથ

નવી દિલ્હી, 24 એપ્રિલઃ દેશના નવા ચીફ જસ્ટિસ(Chief Justice of India) તરીકે જસ્ટિસ એન વી રમનાએ આજે દેશના મુખ્ય ન્યાયાધીશનો કાર્યભાર સંભાળી લીધો છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદએ સવારે 11 વાગે તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂ, કેંદ્રીય કાનૂન મંત્રી રવિ શંકર પ્રસાદ સહિત સુપ્રીમ કોર્ટના ઘણા જજોની હાજરીમાં પદની શપથ અપાવી હતી. ચીફ જસ્ટિસ(Chief Justice of India) નવી રમનાનો કાર્યકાળૅ 16 મહિનાનો હશે.   

સીજેઆઇના રૂપમાં જસ્ટિસ રમનાનો કાર્યકાળ 26 ઓગસ્ટ 2022 સુધી હશે. 17 ફેબ્રુઆરી 2014ના રોજ સુપ્રીમ કોર્ટમાં પોતાના પ્રમોશનથી પહેલાં જસ્ટિસ રમના દિલ્હી હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ હતા. તેમનો જન્મ 27 ઓગસ્ટ 1957ના રોજ આંધ્ર પ્રદેશના કૃષ્ણા જિલ્લાના પોન્નવરમના એક કૃષિ પરિવારમાં થયો હતો. 

Chief Justice of India

ઉલ્લેખનીય છે કે, જસ્ટિસ રમના કોલેજા દિવસોમાં વિદ્યાર્થી રાજકારણ સાથે સંકળાયેલા હતા. તેમણે થોડો સમય પત્રકારત્વમાં પણ કામ કર્યું. વર્ષ 1983 માં વકાલત શરૂ કરનાર રમના આંધ્ર પ્રદેશના એડિશનલ એડવોકેટ જનરલ રહેવા ઉપરાંત કેંદ્ર સરકારના પણ ઘણા વિભાગોના વકીલ રહ્યા. 2000 માં તે આંધ્ર પ્રદેશ હાઇકોર્ટના કાયમી જજ બન્યા. વર્ષ 2014 માં સુપ્રીમ કોર્ટમાં પોતાની નિયુક્તિ પહેલાં તે દિલ્હી હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ હતા. 

ADVT Dental Titanium

આ પણ વાંચો….

LIC New Rules 2021: જો તમારી પાસે પણ છે પોલિસી તો ખાસ વાંચો માહિતી