Lock

Company new rule: દેશમાં એક-બે નહીં પણ 40 હજાર કંપનીઓને લાગશે તાળા, વાંચો વિગતે…

Company new rule: કેન્દ્ર સરકારનો આ એક વાત પર પિત્તો ગયો અને લીધો મોટો નિર્ણય

નવી દિલ્હી, ૦૯ નવેમ્બર: Company new rule: કેન્દ્રની મોદી સરકાર છેતરપિંડી રોકવા માટે એક મોટી યોજનાની તૈયાર કરી રહી છે. પ્રાપ્ત જાણકારી મુજબ સરકારે નિષ્ક્રિય કંપનીઓ સામે કડક પગલાં લેવાનું નક્કી કર્યું છે. સરકારના ટાર્ગેટ પર એક-બે નહીં પણ એવી કુલ 40 હજાર કંપનીઓ છે, જે રડારમાં આવવાની છે. હકીકતમાં કોર્પોરેટ બાબતોના મંત્રાલયે 40 હજારથી વધુ કંપનીઓનું રજીસ્ટ્રેશન રદ કરવાનો નિર્ણય લીધો છે. આમાંની મોટાભાગની કંપનીઓ દિલ્હી અને હરિયાણામાં નોંધાયેલી છે. આ બંને રાજ્યોમાં 7500થી વધુ નિષ્ક્રિય કંપનીઓ નોંધાયેલી છે.

એક અહેવાલ મુજબ કોર્પોરેટ મંત્રાલયે એવી કંપનીઓને છટણી કરી છે જેમનો બિઝનેસ 6 મહિનાથી બંધ છે. આવી કંપનીઓના લાયસન્સ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે. રિપોર્ટ અનુસાર, કેસ સાથે જોડાયેલા અધિકારીઓનું કહેવું છે કે આ અંડરકવર કંપનીઓ દ્વારા મની લોન્ડરિંગ જેવી ગુનાહિત પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવાની સંભાવના છે.

રિપોર્ટ અનુસાર, આ કંપનીઓનો ઉપયોગ ખોટી રીતે વિદેશમાં પૈસા મોકલવા માટે કરવામાં આવે છે. એટલે કે આ કંપનીઓમાં કાળું નાણું મોટા પ્રમાણમાં વપરાય છે. ઉલ્લેખનીય છે કે, સરકાર સતત આવી કંપનીઓની ઓળખ કરીને કાર્યવાહી કરે છે. ગયા વર્ષે પણ આવી જ હજારો કંપનીઓને બંધ કરવામાં આવી હતી.

કોર્પોરેટ બાબતોના મંત્રાલયના ડેટા અનુસાર, દેશમાં લગભગ 23 લાખ કંપનીઓ નોંધાયેલી છે, જેમાંથી માત્ર 14 લાખ કંપનીઓ જ કામ કરી રહી છે. આંકડા દર્શાવે છે કે અત્યાર સુધીમાં લગભગ અધધ 8 લાખ કંપનીઓએ પોતાનો બિઝનેસ બંધ કરી દીધો છે

આ પણ વાંચો: Corona vaccine dose spoiled: આ કંપનીની કોવિડ વેક્સિનના અધધ 5 કરોડ ડોઝ બે મહિના પછી થઈ જશે બેકાર- નથી મળી રહ્યું કોઈ ખરીદદાર

Gujarati banner 01