fb

Congress accuses Facebook: કોંગ્રેસે ફેસબુક પર મુક્યો ગંભીર આરોપ, કહ્યું-ભારતમાં ભડકાઉ અને નફરતી કન્ટેન્ટ જાણી જોઈને ફેલાવા દે છે

Congress accuses Facebook: નફરતભર્યુ કન્ટેન્ટ ભારતના ભાઈચારાને ખોખલો બનાવી રહ્યુ છે અને તેનાથી ફેસબૂકને અને ભાજપને પણ કોઈ સમસ્યા નથી.

નવી દિલ્હી, 14 નવેમ્બરઃCongress accuses Facebook: કોંગ્રેસ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબૂક પર ભડકાઉ કન્ટેન્ટને ફેલાવા દેવાનો ગંભીર આરોપ મુકયો છે.

કોંગ્રેસના સોશિયલ મીડિયા વિભાગ(Congress accuses Facebook)ના પ્રમુખ રોહન ગુપ્તાએ ફેસબૂકને પત્ર લખીને કહ્યુ છે કે, ફેસબૂક બેજવાદાર રીતે વરતી રહી છે.આજે 37 કરોડ લોકો ફેસબૂકનો ઉપયોગ કરી રહ્યા છે અને તેમને નફરતભર્યુ કન્ટેન્ટ પિરસવામાં આવી રહ્યુ છે તો કંપનીની આ અંગે કોઈ જવાબદારી બને છે કે નહીં અને જો કોઈ જવાબદારી હોય તો કંપની તેને કેવી રીતે નિભાવી રહી છે?

ગુપ્તાએ કહ્યુ હતુ કે, અમને જાણવા મળ્યુ છે કે, ફેસબૂકના કર્મચારીઓ ભારતમાં જ્યારે આ પ્રકારનુ નફરત ભર્યુ કન્ટેન્ટ ફેસબૂક પર પ્રસરી રહ્યુ હોવાની વાત પોતાના ઉપરી અધિકારીઓના ધ્યાન પર લાવે છે ત્યારે અધિકારીઓ કહે છે કે, આ કોઈ મોટો મુદ્દો નથી.નફરતભર્યુ કન્ટેન્ટ ભારતના ભાઈચારાને ખોખલો બનાવી રહ્યુ છે અને તેનાથી ફેસબૂકને અને ભાજપને પણ કોઈ સમસ્યા નથી.

આ પણ વાંચોઃ e-NAM: કરોડો ખેડૂતો સુધી પહોંચવા આ બેંકે ભારત સરકાર સાથે મેળવ્યો હાથ, મળશે ખેડૂતોને આ સુવિધા-વાંચો વિગત

તેમણે આરોપ મુક્યો હતો કે, ફેસબૂક પર ભડકાઉ સામગ્રી વાયરલ થઈ રહી હતી ત્યારે કંપનીએ પોતાના આંતરિક રિપોર્ટને નજરઅંદાજ કરી દીધો હતો અને આ પ્રકારનુ કન્ટેન્ટ ના ફેલાય તે માટે રખાયેલા કર્મચારીઓની સંખ્યા ઘટાડી દીધી હતી.જેનો ફાયદો ભાજપે ઉઠાવ્યો હતો.ભાજપના લોકો ગાંધીજી, નહેરુ,  સરદાર પટેલ જેવા નેતાઓ અંગે બેફામ જુઠ્ઠાણા ફેલાવે છે.જેના પગલે ફેસબૂક પર ભડકાઉ અને ફેક ન્યૂઝનુ જાણે પૂર આવ્યુ છે.

સાથે સાથે તેમણે કહ્યુ હતુ કે, 2019ની લોકસભા ચૂંટણી જીતવા માટે ભાજપે ફેક ન્યૂઝ અને નફરત ફેલાવી ત્યારે પણ ફેસબૂક ઈન્ડિયાએ તેને ફેલાવવા દીધુ હતુ.ફેસબૂક ઈન્ડિયા પોતાની જવાબદારીથી બચી રહી છે પણ અમે ભારતની ધરતીનો ઉપયોગ નફરત ફેલાવવા માટે નહીં થવા દઈએ. ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ કોંગ્રેસે બે વખત પત્ર લખીને ફેસબૂકની નિષ્પક્ષતા પર સવાલ ઉઠાવેલો છે.

Whatsapp Join Banner Guj