Rahul protest in parliament

Congress with farmers parliament: સંસદ પરિસરમાં ખેડૂતો કૃષિ કાયદા વિરૂદ્ધ પ્રદર્શન કરી રહ્યાં છે, રાહુલ ગાંધી સહિત અનેક કોંગ્રેસી પણ થયા સામેલ..!

Congress with farmers parliament: ખેડૂતોના કહેવા પ્રમાણે જ્યાં સુધી ચોમાસુ સત્ર ચાલશે ત્યાં સુધી તેઓ જંતર-મંતર પર જ રહેશે

નવી દિલ્હી, 22 જુલાઇઃ Congress with farmers parliament: સંસદના ચોમાસુ સત્રમાં વિપક્ષ સતત સરકારને ટાર્ગેટ કરી રહ્યું છે. ગુરૂવારે સંસદનું સત્ર શરૂ થયું તે પહેલા કોંગ્રેસના સાંસદોએ ગાંધી મૂર્તિ પાસે પ્રદર્શન કર્યું હતું. કોંગ્રેસ પાર્ટીના સાંસદોએ કૃષિ કાયદા વિરૂદ્ધ પ્રદર્શન કર્યુ હતું જેમાં કોંગ્રેસી સાંસદ રાહુલ ગાંધી પણ સામેલ થયા હતા. 

આ પણ વાંચોઃ Kisan parliament: આજથી સંસદની બહાર જંતર મંતર પર 200 ખેડૂતો ધારણા કરશે- વાંચો વિગત

ખેડૂત આંદોલનકારીઓ આજે જ કૃષિ કાયદાના વિરોધમાં જંતર મંતર ખાતે ધરણા પર બેઠા છે, ખેડૂતો(Congress with farmers parliament) ત્યાં એક સંસદનું આયોજન કરશે. ખેડૂતોના કહેવા પ્રમાણે જ્યાં સુધી ચોમાસુ સત્ર ચાલશે ત્યાં સુધી તેઓ જંતર-મંતર પર જ રહેશે. 

કેન્દ્ર સરકાર દ્વારા ગત વર્ષે 3 કૃષિ કાયદા બનાવવામાં આવ્યા હતા જેનો અનેક ખેડૂત સંગઠનો વિરોધ કરી રહ્યા છે. દિલ્હીની સરહદો પર ચાલી રહેલા ખેડૂતોના આંદોલન વચ્ચે આજથી પ્રદર્શનકારીઓ જંતર-મંતર ખાતે ભેગા થઈ રહ્યા છે. 

આ પણ વાંચોઃ mahesh chandra gupta: ભાજપના આ નેતાએ લીધી પ્રતિજ્ઞા, કહ્યું- જ્યાં સુધી કોરોના ખતમ નહીં થાય ત્યાં સુધી અન્ન ગ્રહણ નહીં કરું..! વાંચો વિગત

કોંગ્રેસ પાર્ટી સતત કેન્દ્ર સરકાર સમક્ષ ત્રણેય કાયદા પાછા ખેંચી લેવા માગણી કરી રહી છે. સંસદના બંને સદનોમાં આ મુદ્દો ઉઠાવવામાં આવી રહ્યો છે. ચોમાસુ સત્રમાં મુખ્યત્વે પેગાસસ જાસુસી કેસને લઈ હોબાળો થઈ રહ્યો છે અને સાથે જ કૃષિ કાયદાને લઈ પણ હંગામો ચાલે છે. 

Whatsapp Join Banner Guj