Conversion Racket

Conversion Racket: UPમાં ધર્મ પરિવર્તનના માસ્ટરમાઈન્ડ ઉમર ગૌતમે ધર્મ પરિવર્તનની વાતનો સ્વીકાર કર્યો, જુઓ વાયરલ થયેલો વીડિયો

નવી દિલ્હી, 23 જૂનઃConversion Racket: ઉત્તર પ્રદેશમાં ધર્મ પરિવર્તન રેકેટ (Conversion Racket) ના માસ્ટર માઈન્ડ ઉમર ગૌતમનો એક વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં તેણે ધર્મ પરિવર્તનની વાતનો સ્વીકાર કર્યો છે અને દાવો કર્યો છે કે તેણે પોતે દિલ્હીની જામિયા સ્થિત ઈસ્લામિક દવાહ સેન્ટરમાં 1000 લોકોને ધર્માંતરણ સંબંધિત ડોક્યૂમેન્ટ જારી કર્યા છે.

વીડિયો(Conversion Racket)માં ઉમર ગૌતમે દાવો કર્યો છે કે ઈસ્લામિક દવાહ સેન્ટરમાં દર મહિને લગભગ 15થી વધુ લોકોના ધર્માંતરણ સંબંધિત દસ્તાવેજ તૈયાર થાય છે. આ સાથે જ તેમને એ પણ જણાવવામાં આવે છે કે ઈસ્લામિક દવાહ સેન્ટરમાં પોલેન્ડ, ઈંગ્લેન્ડ, સિંગાપુર અને અમેરિકાના લોકોનું પણ ધર્મ પરિવર્તન થયું છે. 

દેશ દુનિયાના સમાચાર તમારા મોબાઇલ પર મેળવવા અહીં ક્લીક કરો.

વીડિયો(Conversion Racket)માં ઉમર ગૌતમ કહે છે કે તેણે ગોરખપુરના યાદવ પરિવારના વ્યક્તિનું ધર્મ પરિવર્તન કરાવીને તેનું નામ મોહમ્મદ ઉસ્માન રાખ્યું. અમારી કોશિશ છે કે જે લોકો ઈસ્લામ કબૂલ કરે છે તેમને લીગલ અને મોરલ સપોર્ટ આપવામાં આવે. વીડિયોમાં ઉમરે કાનપુરની એક યુવતીનો પણ ઉલ્લેખ કર્યો છે જેણે તેનાથી પ્રભાવિત થઈને ઈસ્લામ કબૂલ કર્યો. 

રિપોર્ટમાં એ વાત પણ સામે આવી છે કે Islamic Dawah Centre ને સંયુક્ત રાજ્ય અમેરિકા, કતાર, કુવૈત વગેરેમાં સ્થિત બીન સરકારી સંગઠનોથી વિદેશી ફંડિંગની આશંકા છે. ધનને ફાતિમા ચેરિટેબલ ફાઉન્ડેશન (દિલ્હી), લખનૌના અલ હસન એજ્યુકેશન એન્ડ વેલફેર ફાઉન્ડેશન સહિત અનેક ભારત-ધારારિત એફસીઆરએ રજિસ્ટર્ડ બીન સરકારી સંગઠનોના માધ્યમથી આઈડીસીમાં મોકલવામાં આવે છે. જેમાં મેવાત ટ્રસ્ટ ફોર એજ્યુકેશનલ વેલફેર (ફરીદાબાદ), મરકઝુલ મારીફ (મુંબઈ), અને હ્યુમન સોલિડેરિટી ફાઉન્ડેશન (દિલ્હી) પણ સામેલ છે. ઉમર ગૌતમે એઆઈયુડીએફના સાંસદ બદરૂદ્દીન અજમલ દ્વારા ફંડિંગ થયું હોવાનો પણ દાવો કર્યો છે. 

દેશ દુનિયાના સમાચાર તમારા મોબાઇલ પર મેળવવા અહીં ક્લીક કરો.

ઉલ્લેખનીય છે કે ધર્મ પરિવર્તન રેકેટ (Conversion Racket) મામલે ઉમર ગૌતમ અને જહાંગીરની દિલ્હીના જામિયા નગરથી ધરપકડ થઈ હતી. યુપી એટીએસને ઉમર અને જહાંગીર બંનેના સાત દિવસના રિમાન્ડ મળી ગયા છે. 

આ પણ વાંચો.. Repeater Exam time-table: ધો.૧૦-૧૨ની રીપિટરની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર, વાંચોઃ વિષય, સમય અને તારીખ સહિતનું ટાઇમટેબલ