Gas cylinder

Cooking gas price hiked: ગૃહિણીઓનું બજેટ ખોરવાશે, ગેસ સિલિન્ડરની કિંમતોમાં વધુ 50 રૂપિયાનો વધારો

Cooking gas price hiked: તાજેતરના એક સપ્તાહની અંદર કોમર્શિયલ ગેસ સિલિન્ડર્સ પર ફરી રાહત મળી

નવી દિલ્હી, 06 જુલાઇ: Cooking gas price hiked: તાજેતરના દિવસોમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતોમાં થયેલા ઘટાડા બાદ હવે ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતોમાં વધારો ઝીંકવામાં આવ્યો છે. ગેસ વિતરણ કંપનીઓએ બુધવારે સવારે કુકિંગ ગેસ સિલિન્ડરની કિંમતોમાં વધારો જાહેર કર્યો છે. જોકે તાજેતરના એક સપ્તાહની અંદર કોમર્શિયલ ગેસ સિલિન્ડર્સ પર ફરી રાહત મળી છે. 

ઈન્ડિયન ઓઈલની તાજેતરની અપડેટ પ્રમાણે સબસિડી વગરના 14.2 કિગ્રા વજનના એક સિલિન્ડરની કિંમતમાં 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. રાજધાની દિલ્હીમાં 14 કિગ્રા વજનના સિલિન્ડરની કિંમત 1,003 રૂપિયાથી વધીને નવા વધારા સાથે 1,053 રૂપિયા થઈ ગઈ છે. 

આ પણ વાંચોઃ Vastu shastri murder case: જાણીતા વસ્તુ શાસ્ત્રીની હોટલમાં ચપ્પુ મારી થઇ હત્યા, આરોપીઓ થયા CCTV માં કેદ- જુઓ વીડિયો

પ્રથમ વખત ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતોમાં વધારો થયો છે અને સામે કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતોમાં ઘટાડો થયો છે. ગત તા. 1 જુલાઈના રોજ કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતોમાં 198 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. ત્યારે આજે ફરી કોમર્શિયલ ગેસ સિલિન્ડર્સની કિંમતમાં આશરે 9 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. આ સાથે જ દિલ્હીમાં 19 કિગ્રા વજનના એક કોમર્શિયલ સિલિન્ડરની કિંમત હવે 2,012 રૂપિયા થઈ ગઈ છે. અગાઉ તેની કિંમત 2,022 રૂપિયા હતી. આ નવી કિંમતો આજથી જ દિલ્હીમાં લાગુ થઈ ગયો છે.  

ઉલ્લેખનીય છે કે, કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતોમાં 2 મહિનામાં આ ત્રીજી વખત ઘટાડો કરવામાં આવ્યો છે. ગત 1 જૂનના રોજ કોમર્શિયલ એલપીજીની કિંમતોમાં 135 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો અને ત્યાર બાદ 1 જુલાઈના રોજ વધુ 198 રૂપિયા ઘટાડવામાં આવ્યા હતા. 

આ પણ વાંચોઃ Vadodara love jehad case: વિધર્મી યુવાને યુવતીની સાથે કોર્ટ મેરેજ કરી શરીર પર બ્લેડથી 500 થી વધુ કાપા મારવા મજબૂર કરી- વાંચો શું છે મામલો?

Gujarati banner 01