Salman chishti and nupur sharma

Salman chishti arrested: નૂપુર શર્માનું માથું કાપી લાવનારને ઇનામ આપવાની જાહેરાત કરનારની ધરપકડ- વાંચો શું છે મામલો?

Salman chishti arrested: વીડિયોમાં ચિશ્તીએ કહ્યું કે, તેણે પયગંબરના અપમાન કરવા બદલ તેને જાહેરમાં ગોળી મારી દીધી હોત. તેણે આગળ કહ્યું કે,  જે કોઈ પણ નૂપુર શર્માનું માથું કાપીને લાવશે તેને પોતાનું ઘર ઈનામમાં આપશે

નવી દિલ્હી, 06 જુલાઇઃ Salman chishti arrested: ભારતીય જનતા પાર્ટીના સસ્પેન્ડ પ્રવક્તા નૂપુર શર્માનો કથિત રીતે ધમકાવાનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર સામે આવ્યા બાદ અજમેર દરગાહના એક ખાદિમની ધરપકડ કરવામાં આવી છે. દરગાહ પોલીસ સ્ટેશનમાં સોમવારે રાત્રે  એક વ્યક્તિએ સલમાન ચિશ્તી સામે ફરિયાદ નોંધાવી હતી.

વીડિયોમાં તે દાવો કરી રહ્યો છે કે, તે નૂપુર શર્માનું માથું કાપી લાવનારને પોતાનું ઘર ઈનામમાં આપશે. વીડિયોમાં ચિશ્તીએ કહ્યું કે, તેણે પયગંબરના અપમાન કરવા બદલ તેને જાહેરમાં ગોળી મારી દીધી હોત. તેણે આગળ કહ્યું કે,  જે કોઈ પણ નૂપુર શર્માનું માથું કાપીને લાવશે તેને પોતાનું ઘર ઈનામમાં આપશે. તેણે વીડિયોમાં કહ્યું કે, તમારે બધા મુસ્લિમ દેશોને જવાબ આપવો પડશે. આ હું  અજમેર રાજસ્થાનથી કહી રહ્યો છું અને આ મેસેજ હૂજુર ખ્વાબા બાબાના દરબારમાંથી છે. 

આ પણ વાંચોઃ Cooking gas price hiked: ગૃહિણીઓનું બજેટ ખોરવાશે, ગેસ સિલિન્ડરની કિંમતોમાં વધુ 50 રૂપિયાનો વધારો

દરગાહના એસએચઓ દલવીર સિંહ ફોજદારે જણાવ્યું કે, આ અંગે કેસ નોંધવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું કે, આરોપી અપરાધી પ્રવૃતિનો છે. 17 જૂનના રોજ અજમેર દરગાહના મુખ્ય દ્વારથી કથિત ઉશ્કેરણી જનક ભાષણ આપવા મામલે તાજેતરમાં જ 4 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. જોકે, તેનો વીડિયો અગાઉથી ચાલી રહ્યો હતો પરંતુ તેની ધરપકડ ઉદયપુરમાં 28 જૂનના રોજ દરજી કન્હૈયાલાલની હત્યા બાદ કરવામાં આવી હતી.

આ દરમિયાન આ વીડિયોની નિંદા કરતા અજમેર દરગાહના દિવાન ઝૈનુલ આબેદિન અલી ખાને જણાવ્યું કે, વીડિયોમાં આરોપી ખાદિમ દ્વારા વ્યક્ત કરવામાં આવેલા આવા મેસેજને દરગાહનો મેસેજ ગણી શકાય નહીં. કાર્યાલયે કહ્યું કે, તે તેનું પોતાનું વ્યક્તિગત નિવેદન છે અને તે નિંદનીય છે. ઉદયપુરમાં કન્હૈયાલાલ હત્યાકાંડ મામલે બે મુખ્ય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ કેસની તપાસ NIA કરી રહી છે. 

આ પણ વાંચોઃ Vastu shastri murder case: જાણીતા વસ્તુ શાસ્ત્રીની હોટલમાં ચપ્પુ મારી થઇ હત્યા, આરોપીઓ થયા CCTV માં કેદ- જુઓ વીડિયો

Gujarati banner 01