Ministry of AYUSH

કોરોનાને લગતી મદદ માટે આયુષ મંત્રાલયે જારી કર્યો હેલ્પલાઇન(Corona Helpline) નંબર, જાણી લો કયા સમયે મળશે સેવા

નવી દિલ્હી, 21 મેઃCorona Helpline: દેશમાં કોરોના મહામારીનો કહેર યથાવત છે. આ વચ્ચે કોરોનાને લગતી સમસ્યાઓના સમાધાન માટે હેલ્પલાઇન નંબરની શરૂઆત કરવામાં આવી છે. આ હેલ્પલાઇન નંબર 14443 છે. તેને આયુષ મંત્રાલય તરફથી સંચાલિત (Operate) કરવામાં આવી છે. હેલ્પલાઇન નંબર દરરોજ સવારે 6 વાગ્યાથી રાતે 12 વાગ્યા સુધી ચાલુ રહેશે.

તેની પહેલા પણ કોરોના વાયરસ સાથે સંબંધિત કોઇપણ સરકારી મદદ માટે કેન્દ્ર અને રાજ્યોએ અનેક હેલ્પલાઇન નંબર(Corona Helpline) જારી કર્યા છે. લોકોના મનમાંથી કોરોના ભયને દૂર કરવા અને તેમને મનોવિકારથી બચાવવા માટે રાષ્ટ્રીય પુસ્તક ન્યાસ (એનબીટી)એ કોરોના હેલ્પલાઇન શરૂ કરી હતી. હેલ્પલાઇન એક અઠવાડિયા પહેલા શરૂ કરવામાં આવી હતી. તેના પર લોકો પોતાના સવાલ પૂછી રહ્યાં છે, જેનો જવાબ વિશેષજ્ઞો દ્વારા આપવામાં આવી રહ્યાં છે.

Corona Helpline: દેશમાં કોરોનાની બીજી લહેર હવે ધીમે ધીમે ઓછી થઈ રહી છે. જો કે, આ વાયરસથી મરનારા લોકોની સંખ્યામાં કોઈ મોટો ફેરફાર થતો હોય તેવુ જણાતુ નથી. તેથી હજૂ પણ કોરોનાને લઈને ચિંતા વ્યાપેલી છે. રાહતની વાત એ છે કે, દેશના 3030 જિલ્લામાં પોઝિટીવિટી રેટમાં ઘટાડો આવ્યો છે.ગત અઠવાડીયે જિલ્લાની સંખ્યા 210 હતી. 13-19 મેની વચ્ચે પોઝિટીવી ટી રેટ 15.2 ટકા હતો. છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના નવા 2,59,410 કેસ સામે આવ્યા છે. જ્યારે 3968 લોકોના મોત થયા છે. આ અગાઉ ગુરૂવારે 2.76 લાખ નવા કેસ આવ્યા હતા.

Corona Helpline

Corona Helpline: કેન્દ્ર સરકારે દાવો કર્યો છે કે કોરોના વાઇરસ સામેની મહત્વની રસીના બે કરોડ જેટલા ડોઝ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો પાસે ઉપલબ્ધ છે. સાથે જ ટેસ્ટિંગના આકડા જાહેર કરાયા છે, એક જ દિવસમાં કોરોનાના 20.55 લાખ ટેસ્ટ કરવામાં આવ્યા છે. વૈજ્ઞાનિકોનો દાવો છે કે કોરોના ટેસ્ટની નવી મેથડ એક જ સેકન્ડમાં પરીણામો જાહેર કરી શકે તેવી છે.

ADVT Dental Titanium

Corona Helpline: સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું છે કે એક અભ્યાસમાં સામે આવ્યું છે કે હજુ પણ 50% લોકો એવા છે જેઓ માસ્ક નથી પહેરતા. અને 64 % લોકોએ એવા છે જેઓ માત્ર પોતાનું મો ઢાંકે છે પરંતુ માસ્ક પહેરવાનું ટાળે છે. ડૉ. બલરામ ભાર્ગવે જણાવ્યું કે કોરોનાથી સુધારા માટે હજુ પણ કડકાઈની જરૂરિયાત છે. હજુ પણ કોરોના સંક્રમણની ચેઇન તોડવાની જરૂરીયાત છે. જલ્દી ટેસ્ટિંગ, આઇસોલેશન અને સારવાર પહેલી શરત છે. તેમણે જણાવ્યું કે એપ્રિલથી મે મહિના વચ્ચે રોજના 20 લાખ ટેસ્ટ કરવામાં આવ્યા.  અત્યાર સુધી 20 કરોડ ટેસ્ટ કરવામાં આવ્યા છે.ડૉ. બલરામ ભાર્ગવે જણાવ્યું છે કે DRDOની 2DG દવાનો ઉપયોગ પહેલા કેન્સરની સારવાર માટે કરવામાં આવતો હતો. તેના પરીક્ષણના પરિણામો DCGIને આપવામાં આવ્યા છે.

આ પણ વાંચો….

Big news: સરકારી અને ખાનગી યુનિવર્સિટીઓ-કોલેજોમાં સ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓ માટે રાજ્ય સરકારે લીધો મોટો નિર્ણય, વાંચો શું કહ્યું શિક્ષણમંત્રીએ…